________________
કોઈ ખાસ તબક્કાઓમાં ચોક્કસ સ્થળે અનુક્રમે ચોક્કસ સંખ્યાનાં વર્ષોમાં રહ્યા હતા અને તેમને એજ સિદ્ધાતનો તેના પ્રારંભિક તબક્કામાં ઉપદેશ આપવામાં આવ્યો હતો અને હવે તેમના દ્વારા અન્યોને આ જ નામો અને વર્ષોની સંખ્યા અને સ્થળો કે જ્યાં કેટલાક ધર્મોપદેશકો રહ્યા હતા તે અંગે ઉપદેશ આપવામાં આવ્યા હતો આ બધા વૃત્તાંતોને કાંતો અવગણવામાં આવ્યા છે અથવા આજીવિકા સિદ્ધાંતની વૃદ્ધિ વિકાસના તબક્કાઓ દર્શાવવામાં આવ્યા હોય તે રીતે તેમનું અર્થઘટન કરવામાં આવ્યું છે. વળી અગાઉના વધુ મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા ત્રણ આગેવાનોનો સિદ્ધાંત કાળજીપૂર્વક રચવામાં આવેલા વિવિધ સિદ્ધાંતોના પ્રાથમિક સંન્યાસીઓના લાભાર્થે આ સિદ્ધાંતોનું અર્થઘટન કરવામાં આવેલ છે.
જે થવાનું હોય તે થઈને જ રહે છે - તેથી મને લાગે છે કે ઉદય કુંડીયાયાનાના સાત પુનર્જન્મો એ ચોક્કસ પણે વૈશ્વિક પરિવર્તનો છે અથવા ગોસાલાના હૃદયમાં ઉદ્દભવેલા આજીવિકાના સિદ્ધાંત દ્વારા દર્શાવાયેલા આધ્યાત્મિક વિકાસના તબક્કાઓ છે. તેથી એમ વાત છે કે જૈન અને બૌદ્ધ અહેવાલોમાં સમાનતા ધરાવતો આ સાતનો અંક એ કોઈ અડસટ્ટે અપાયેલો અંક નથી, પરંતુ તે ગૃહસ્થ જીવનના તબક્કાને બાદ કરતાં મોક્ષ પામતાં પહેલાંના છેલ્લા માનવ જન્મમાં પ્રત્યેક વ્યક્તિએ પસાર થવાના તબક્કાઓ સૂચવતો ચોક્કસ અને મહત્ત્વનો અંક છે. . પરિણામવાદ : સ્વયંભૂ ઉત્ક્રાન્તિ : ગોસાલા દૈવવાદ કે નિયતિવાદમાં માનતો હતો કે જે તેની ફિલસૂફીનો પાયાનો પથ્થર છે. વિશ્વમાં જે કંઈ બને છે તે આકસ્મિક દૈવયોગ બને છે, પરંતુ જે કંઈ બને છે અને જેનો અનુભવ થાય છે તે બધાની પાછળ કુદરતનો ઇશ્વરનિર્મિત-પૂર્વનિર્ધારિત કાયદો રહેલો છે જે ગોસાલાના પરિણામવાદ કે સ્વયંભૂઉત્ક્રાન્તિવાદની સાથે સાથે ચાલે છે. પરિણામવાદનો સિદ્ધાંત ગોસાલાના નિરાશાવાદને શુદ્ધ અને ચોખ્ખો કરે છે અને આશાનો મહાન સંદેશો પહોંચાડે છે, તદનુસાર પૃથ્વી પરની હલકામાં હલકી વસ્તુ પણ માનવતાની દૃષ્ટિએ ઉત્ક્રાંતિના ચોક્કસ તબક્કે સંપૂર્ણતાની સર્વોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરે છે - એટલે સુધી કે એક ઝાકળબિંદુ પણ જન્મ જન્માંતરના પુનરાવર્તિત ચક્રમાંથી પસાર થઈને સર્વોત્તમ જ્ઞાનમય ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે. ગોસાલાનો સંપ્રદાય અને
- ૧૦૦ -