________________
પરંતુ ત્રીજી વખત મહાવીરે બુદ્ધની માફક જ ગોસાલાને પોતાના સંપ્રદાયમાં) દાખલ કર્યો, કે જ્યાં તેણે (મશ્કરા તરીકેનો પોતાનો) લાંબો વાંસ ત્યજી દીધો, તેના મસ્તક ઉપર મુંડન કરાવવામાં આવ્યું અને તે કોલ્લામા તરફ વણકરના છાપરામાં જવા માટે મહાવીરને અનુસર્યો કે જ્યાં મહાવીરની બહુલા નામના બ્રાહ્મણ દ્વારા અત્યંત સભાવપૂર્વક સેવા શુશ્રુષા કરવામાં આવતી હતી.
યદ્યપિ જૈન સૂત્રો નિશ્ચયપૂર્વક જાહેર કરે છે કે ગોસાલા તેમનો શિષ્ય બન્યો હતો. મને લાગે છે કે ગોસાલા અને મહાવીર વચ્ચેના સંબંધો બુદ્ધ અને પાંચ સંન્યાસીઓ વચ્ચેના સંબંધોને મળતા આવે છે. મહાવીરનો પ્રથમ નકાર કદાચ ગોસાલાના બાહ્ય દેખાવને કારણે ઉદ્ભવ્યો હશે, કારણ કે ગોસાલા તેના ચિત્ર સાથે તેમજ (મશ્કરાના) લાંબા વાંસ અને લાંબી દાઢી સાથે આવ્યો હતો અને આ બધાંને પરિણામે સમગ્રતયા કંઈક જુદા જ પ્રકારનો બાહ્ય દેખાવ રજૂ થતો હતો, જેનાથી પ્રથમ દષ્ટિએ મહાવીરને તેની સાથે સુમેળ સાધવાનું અશક્ય લાગ્યું હશે અને તેથી નકાર ભણ્યો હશે. જ્યારે તે ફરીથી મહાવીરને મળ્યો અને તેમને તેની સચ્ચાઈની ખાતરી કરાવી ત્યારે મહાવીર તેની સાથે ભ્રમણ કરવા માટે સંમત થયા.
બીજું એ સત્ય છે કે ગોસાલા મહાવીરને પોતાના ગુરુ તરીકે ગણતો હતો અને એ જ રીતે આદર આપતો હતો. તેમ છતાં એ નોંધવું જોઈએ કે મહાવીરને જ્ઞાન થયું ન હતું તેમજ તેમણે સર્વજ્ઞતા પણ પ્રાપ્ત કરી ન હતી જે તેમણે દસ વર્ષ પછી પ્રાપ્ત કરી હતી અર્થાત સંસાર ત્યાગનાં બાર વર્ષ પછી કરી હતી.
ગોસાલા અને મહાવીર સાત વર્ષો સુધી ગમે તેવી પરિસ્થિતિમાં – સુખ અને દુઃખમાં એકસાથે રહ્યા હતા અને કલ્પસૂત્ર અને ભગવતી અહેવાલ આ સંખ્યા વિશે પરસ્પર સંમત થાય છે, પરંતુ સ્થળ વિશે તેઓ પરસ્પરથી જુદા પડે છે. બંનેની એકબીજા ઉપર ઘણી મોટી માત્રામાં અસર પડી હોવી જોઈએ. સાત વર્ષ એક સાથે રહ્યા પછી તેઓ અલગ થયા કારણ કે તેઓ છોડવાઓનો (વનસ્પતિ સૃષ્ટિનો) પુનર્જન્મનો સિદ્ધાંત કે જેને વિસ્તારીને ગોસાલાએ બધાં જ માનવ પ્રાણીઓને લાગુ પાડ્યો હતો તે અંગે તેઓ સંમતિ સાધી શક્યા નહિ. ગોસાલાએ મહાવીરથી અલગ થયા પછી છ
-
૧
-