________________
એ સિદ્ધાંતમાં રૂપાંતર કર્યું, જ્યારે પછીનાએ (મહાવીરે) નિર્જરા સિદ્ધાંતની રચના કરી અર્થાત્ સંન્યાસી જીવનના વ્યવહારો અને સદ્ધર્મો દ્વારા કુકર્મોનો તેમને જીર્ણ બનાવીને તેમનો લોપ કરવો.
ભગવતી અહેવાલ સાથે હું સંમત થતો નથી કે મોસાલાએ કૃતઘ્ની શિષ્ય હતો કે જેણે તેના ગુરુને પડકાર ફેંક્યો હતો. (વાસ્તવમાં) ગોસાલાએ પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલો ધર્મોપદેશક હતો કે જે સફળતાપૂર્વક જીવ્યો અને સોળ વર્ષ સુધી તેના સિદ્ધાંતોનો ઉપદેશ આપવા માટે ભ્રમણ કર્યું હતું.
તેની સર્વજ્ઞતામાં તેની માન્યતાઓ સચ્ચાઈપૂર્ણ હતી અને તેથી તેને જ્યારે (મહાવીરનો) શિષ્ય કહ્યો ત્યારે તે સહન કરી શક્યો નહિ અને એક ક્ષણમાં તેણે પોતાની જાત ઉપરનું આવશ્યક નિયંત્રણ ગુમાવી દીધું અને જેઓ સખત તપશ્ચર્યાના વ્યવહારો કરતા હતા તે સઘળા લોકો (મહાવીર સહિત) ઉપર અત્યંત ક્રોધિત થઈ ગયો અને તે પોતે કેવળ પોતાના જ ક્રોધનો ભક્ષ્ય બન્યો અને મહાવીરની તેનાથી વધારે ચડિયાતી શક્તિઓનો ભોગ બન્યો. જો કે તેણે પોતે પોતાની નીચી કોટિની સ્થિતિની અને અજ્ઞાનની પોતાના શિષ્યો સમક્ષ જ્યારે તેનું મૃત્યુ નજીક હતું ત્યારે ખરા દિલથી કબૂલાત કરી. વધુમાં વધુ આપણે તેને ગેરમાર્ગે દોરવાયેલો કમનસીબ સંન્યાસી કહીશું કે જે તેના પોતાના જ ક્રોધનો ભક્ષ્ય બન્યો. તેણે જે આશાનો સંદેશ લાખો લોકોના સમુદાયને આપ્યો હતો તેનું આપણે છું મૂલ્ય આંકી શકીએ નહિ.
આપણે માત્ર એટલું જ કહી શકીએ કે કેવળ થોડીક વધારે સ્વસ્થતા, સચ્ચાઈ અને સંવેદનશીલતાના અભાવે જેને માટે તેને સઘળા ધર્મગુરુઓમાં સર્વશ્રેષ્ઠ હોવા અંગેનો ક્રમાંક આપી શકાય એવા તેનું કેટલું મોટું પતન થયું.
તેની ફિલસૂફી વિશે કંઈ કહ્યા સિવાય તેને માટે સ્વીકારી શકાય કે તે ઉત્ક્રાંતિના આગળના તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે અને આદિ આર્યોની દૈવવાદી માન્યતાઓ ઉપર તે આધારિત છે, અને તે ઝાંખી કે લુપ્ત થઈ જાય તે પહેલાં તેણે તેના બીજા બધા સમકાલીન સંપ્રદાયો ઉપર અને ખાસ કરીને દિગંબર જૈનો ઉપર અત્યંત મોટા પ્રમાણમાં અસરો પેદા કરી હતી.
- ૩૨૩ -