________________
પિતા શુદ્ધોધન રાજ્ય કરતા હતા તે અત્યંત સમૃદ્ધ સ્થળ હતું અને ત્યાં રથો, હસ્તિઓ અને વેપારીઓના કાફલા અને વણઝારો હંમેશાં દેખાતાં.
2.
હેમવંતાસા પાસાતો નામની જગ્યા નેપાળની સરહદ પર આવેલી છે અને તે બનારસની ઉત્તરે એકસો માઈલના અંતરે છે. આ સ્થળ સમ્રાટ અશોકે શોધી કાઢ્યું હતું અને તેણે ત્યાં એક સ્તંભ ઊભો કરીને તેના ઉપર શિલાલેખ કોતરાવ્યો હતો. ત્યારે આ કાર્ય માટે દયાળુ દેવનામપ્રિય પ્રિયદર્શીને વીસ વર્ષનો સમય લાગ્યો હતો, તે પોતે ત્યાં ગયો હતો અને આ સ્થળની પૂજા કરી હતી કારણ કે શાક્ય મુનિનો જન્મ આ સ્થળે થયો હતો. અહીં તેણે પથ્થરનો સ્તંભ એ દર્શાવવા માટે ઊભો કર્યો હતો કે આદરણીય (ભગવાન બુદ્ધ) આ સ્થળે જન્મ્યા હતા. (Hultzsch Inscription of Ashoka... 1925. P. 164) Gautam the Buddha Radhakrishanam P. 5)
સિદ્ધાર્થને એ નામ આપવામાં આવ્યું હતું કારણ કે તેમના જન્મ પછી તેમના પરિવારમાં સમૃદ્ધિમાં વધારો થયો હતો. ગૌતમ એ ઉપનામ ત્યાર પછીના સમયમાં વધારે લોકપ્રિય બન્યું કે જે તેમનું પારિવારિક નામ હતું. શુદ્ધોધનને શાક્યોનો શાસનકર્તા તરીકે વર્ણવવામાં આવેલ છે, પરંતુ વિદ્વાનોનાં સંશોધનોએ હવે સ્પષ્ટ કર્યું છે કે તે ક્ષત્રિય વંશનો એક અમીર સરદાર હતો, પરંતુ ચોક્કસ પણે તે રાજા કે શાસનકર્તા ન હતો કે જે અર્થમાં આપણે અશોક, બિંબિસાર, પસેન્દી અને અન્ય રાજાઓને આ શબ્દથી આપણે નવાજીએ છીએ.
બુદ્ધનો જન્મ સર્વ પ્રકારનાં મંગળ શુકન વડે અંકિત થયેલો હોવા જોઈએ અને અત્યંત શક્તિશાળી આશ્ચર્યો અને સંકેતોની મદદથી તેની જાહેરાત કરવામાં આવી હોવી જોઈએ. સામાન્ય શિષ્યો અને અનુયાયીઓ માને છે કે આવા બનાવની ઉજવણીમાં સમગ્ર બ્રહ્માંડ જોડાયું હશે. તેમની માતા માયાદેવી શાક્ય જાતિના આ મહાશક્તિશાળી પુત્રને જન્મ આપ્યા પછી સાત દિવસ પછી મૃત્યુ પામ્યાં હતાં.
શુદ્ધોધને આમંત્રિત કરેલા બ્રાહ્મણોએ ભવિષ્યની આગાહી કરી હતી કે જો તે શાસક તરીકે રહેશે તો તે મહાન રાજા બનશે અને સમગ્ર ભારતવર્ષ ઉપર ચક્રવર્તી સમ્રાટ બનીને રાજ્ય કરશે. જો તે સંન્યાસીનું જીવન પસંદ કરશે તો તે બુદ્ધ બનશે અર્થાત્ તે સમયનો સર્વશ્રેષ્ઠ મહાજ્ઞાની ધર્મપ્રવર્તક બનશે.
૨૩૨૫૦