________________
બુદ્ધ | તેમનું જીવનઃ ગૌતમ બુદ્ધ એવા ધર્મોપદેશક હતા કે જે સર્વોત્તમ શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ તેમના જીવનના શરૂઆતના દિવસોમાં સિદ્ધાર્થનાં નામથી જાણીતા હતા. તેઓ કદાચ મહાવીરના સૌથી મોટા હરીફ હતા અને આમ હોવાનું કારણ એ હતું કે તેઓ તેમને અત્યંત મળતા આવતા હતા. જો આપણે જૈનોના પવિત્ર ગ્રંથો વાંચીએ તો આપણને એમ જ લાગે કે આપણે બુદ્ધનો ઉપદેશ સાંભળી રહ્યા છીએ. આ બંને ધર્મોપદેશકોના જીવન અને ઉપદેશો વચ્ચે અત્યંત સમાનતા હતી. આ સમાનતા તેની સામાન્ય સીમા કરતાં પણ એટલી આગળ વધી ગયેલી હતી કે કેટલાક વિદ્વાનો આ બંને વ્યક્તિવિશેષોને એકાકાર કરવા માટે લલચાઈ જતા હતા અને તેઓ પૈકીના ગમે તે એકની ઐતિહાસિકતામાં માનતા હતા. નામોની અંદર રહેલી સમાનતા જેમકે યશોદા અને યશોધરા, સિદ્ધાર્થ અને સિદ્ધાર્થ (મહાવીરના પિતાશ્રી), ઈન્દ્રભૂતિ ગૌતમ અને સિદ્ધાર્થ ગૌતમ વગેરેને લીધે પણ અત્યંત ગૂંચવાડો પેદા થતો હતો. આ અંગેનું વિગતવાર નિરૂપણ આપણે હવે પછીથી કરીશું. 1. Buddha : Oldenberg P. 174.
આ તબક્કે એટલું કહેવું પૂરતું થઈ પડશે કે આ બંને ધર્મોપદેશકો અંગે પૂરતી જાણકારી અત્યંત પવિત્ર અહેવાલોમાંથી મળી રહે છે અને તેથી હું માનું છું કે ગૌતમ અને સિદ્ધાર્થ બંને ઈશ્વરના દૂતોના સમકાલીન અસ્તિત્વ (આનાથી ઊલટી બાબતનું દેખીતી રીતે જ ખંડન થઈ જાય છે) ને માન્ય કરવા માટે પ્રારંભના બૌદ્ધ અહેવાલોના સંદર્ભો અત્યંત વિશ્વસનીય છે અને તેમનામાં સંદેહ કરવાનું આપણી પાસે કોઈ જ કારણ નથી. ગૌતમ પાંચમી શતાબ્દિના મધ્યમાં અને વધુ ચોક્કસ રીતે કહીએ તો ઈશુના જન્મ પૂર્વે 563ના વર્ષમાં જન્મ્યા હતા. ધાર્મિક શ્રદ્ધાળુઓ કહે છે કે માયાવતીના ગર્ભાશયમાં ગર્ભધારણ વખતે એક શ્વેત હસ્તિએ પ્રવેશ કર્યો હતો. તેમનો જન્મ કપિલવસ્તુ પાસે આવેલી લુમ્બિની વાટિકામાં થયો હતો કે જે જગ્યા આજે પણ એજ નામથી જાણીતી છે. પ્રારંભના બૌદ્ધ અહેવાલોએ એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે કપિલવસ્તુ નામનું સ્થળ કે જ્યાં સિદ્ધાર્થના
- ૩૨૪