________________
મહિના સુધી સંન્યાસી જીવનનો અમલ કરીને અન્યને તપાવવાની જાદુઈ શક્તિ મેળવવાનું લક્ષ્ય હાંસલ કરી લીધું અને બે વર્ષની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
મહાવીર તેનાથી બે વર્ષ પછી સર્વજ્ઞ બન્યા અર્થાત્ તેમની જુદાઈનાં ચાર વર્ષ પછી અને તેમના પોતાના સંસારત્યાગ પછી બાર વર્ષે તેઓ સર્વજ્ઞ બન્યા.
તેઓ સોળ વર્ષ પછી શ્રાવસ્તીમાં ફરીથી મળ્યા, જ્યાં તેમણે બંનેએ પોતે સર્વજ્ઞ હોવાનો દાવો કર્યો. તેમની જુદાઈ પછી જે બાબતો બની હતી તેનાથી મહાવીર અજાણ હોવાથી તેમણે ગોસાલા પોતાનો શિષ્ય હતો એવું ખાતરીપૂર્વક કહ્યું. તે પોતે કોઈનો શિષ્ય ગણાય એવું સાંભળીને ગોસાલાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે ખાતરીપૂર્વક પોતાનો દાવો જાહેર કર્યો કે તે પોતે દષ્ટા અને જ્ઞાની હતો. ત્યાર પછી બંનેએ મેળવેલી અલૌકિક દેવી શક્તિઓ માટે તેમની વચ્ચે દ્વિપક્ષી વિગ્રહ થયો અને જૈન અહેવાલો આપણને જણાવે છે કે ગોસાલા તેનો ભોગ બન્યો અને સાત દિવસમાં મૃત્યુ પામ્યો જ્યારે મહાવીર તેના મરી ગયા પછી સોળ વર્ષ સુધી જીવ્યા.
હું માનું છું કે મહાવીર અને ગોસાલા તપશ્ચર્યાઓના વ્યવહાર અંગે એકબીજા સાથે સંમત હતા, જ્યારે તેઓ આ અંગે બુદ્ધ કરતાં જુદા પડતા હતા, કે જેઓ છ જ વર્ષના આવા (તપશ્ચર્યાઓના) વ્યવહારો પછી મિતાહારવિહારમાં માનવા લાગ્યા હતા.
વધુમાં મનુષ્ય જાતનાં જુદી જુદી કક્ષાઓમાં જૂથો રચવાની બાબતમાં તેઓ બંને પરસ્પર સંમત હતા, જો કે બંનેએ તેમને (જૂથોને) અલગ અલગ નામ આપ્યાં હતાં અને મને લાગે છે કે આ બાબતમાં તેઓ ગૌતમ બુદ્ધથી જુદા પડતા ન હતા કે જેઓ માનતા હતા કે ત્રણ જાતના માનવો હતાં જેવાં કે જેમની આંખોમાં ઓછી ધૂળ, વધારે ધૂળ અને બિલકુલ ધૂળ ન હોય તે.
પરંતુ મૂળભૂત મુદ્દો કે જેમાં તેઓ મારા મત મુજબ જુદા પડતા હતા તે દેવવાદ અને મનુષ્ય પ્રયત્ન એ હતો. તે બેમાંથી જેણે પ્રથમ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેણે (ગોસાલાએ) પોતાના દેવવાદના સિદ્ધાંતનું સ્વયંભૂ ઉત્ક્રાંતિવાદ અથવા ચોક્કસ સમયગાળામાં જગતનું આધ્યાત્મિક શુદ્ધિકરણ
- ૩૨
-