________________
કે તેના બધા જ પ્રયત્નો તે મહાન આત્માના જીવનમાં બનતા બનાવોને કારણે તેને સઘળી દુન્યવી વસ્તુઓની ક્ષણભંગુરતાનો વિચાર તેના મનમાંથી દૂર કરી શક્યા નહિ, કે જે તેના પ્રારંભિક શૈશવકાળથી જ પ્રમાણમાં વધારે ધ્યાનસ્થ રહેતો હતો. આ બાબત પપ્પા મૌગાલાના બનાવોએ સ્પષ્ટ રીતે દર્શાવી છે.) અને તે પ્રમાણમાં ઓછો દુન્યવી હતો. સઘળી સુખ સગવડો અને વૈભવો કે જેનાથી તે વીંટળાયેલો હતો, શુદ્ધોધને ધાર્યો હતો તેના કરતાં કંઈક વિરોધી હેતુ જ તેનાથી સિદ્ધ થયો. તેને ભરપૂર પ્રમાણમાં મળેલા ઐશ્વર્યમય વૈભવી જીવને આ યુવાનના મનમાં સઘળાં દુન્યવી સ્વરૂપો અને સઘળી દુન્યવી વસ્તુઓની ક્ષણભંગુરતાની લાગણી પેદા કરી.
પરંપરા આપણી પાસે માનવા માટેની અપેક્ષા રાખે છે તેવા નક્કર બનાવો તેણે જોયા હોવા જોઈએ નહિ. એ નોંધવું કદાચ રસપ્રદ બનશે કે બુદ્ધ પર આરોપણ કરવામાં આવેલ છે તદનુસાર તેની નિદ્રાધીન પત્ની અને આક્રંદ કરતાં અને રાહ જોતાં તેનાં માવતરને છોડીને જતા રહેતા તેને કેવા પ્રકારની લાગણી થઈ હશે. આપણે એમ માની શકીએ નહીં કે તેણે રાત્રે તેના કંથક નામના અશ્વ પર બેસીને તેનાં માબાપની જાણ બહાર તેણે ગૃહત્યાગ કર્યો હશે. આ અશક્ય નહીં તો અસંભવિત તો છે જ અને આ અસંભવિતતાને સોનદંડ સૂત્ત (દીપ્પનિકાય) દ્વારા આપવામાં આવેલા તેમના સંસારત્યાગના અહેવાલ દ્વારા સમર્થન મળે છે. તેમના સંસારત્યાગના મળી આવતાં વર્ણનો દ્વારા તેમને જે લાગણી થઈ હતી તેને તેઓ પોતે નીચેના શબ્દોમાં વર્ણવે છે.
“આ પ્રકારના ધનથી મેં મારા શિષ્યોને પરિચિત કર્યા કે આવા મહાન વૈભવમાં હું જીવતો હતો, આવા વિચારો ત્યાર પછી મારા મનમાં પેદા થયા. નબળા મનવાળા સામાન્ય માણસની જેમ કે જે પોતાના શારીરિક રીતે ક્ષીણ થવા માટે પોતે જ જવાબદાર છે, અને પોતે વૃદ્ધાવસ્થાની ક્રિયાશક્તિથી મુક્ત નથી, તે લાગણીનો એકદમ પલટો તીવ્ર અણગમો અને કંટાળો અનુભવે છે, કે જ્યારે તે પોતે અન્ય કોઈ વ્યક્તિને વૃદ્ધાવસ્થામાં જુએ છે અને જે તીવ્ર અણગમાની લાગણી તે ત્યાર પછી અનુભવે છે, તેનાથી તે પોતે પોતાની જાત ઉપર આંચકો અનુભવે છે. હું પોતે પણ ક્ષીણ થવાને પાત્ર છું અને વૃદ્ધાવસ્થાની ક્રિયાશક્તિથી મુક્ત નથી. હું પોતે
- ૩૦