________________
એક બાબત કે જે કોઈ પણ જાતના વાંધાથી પર હતી અને જેનો તેમજ બૌદ્ધોએ જેને માન્ય કરી હતી તે એ હકીકત હતી કે આજીવિકોએ જે તપશ્ચર્યા કરી હતી, તેણે અન્ય સર્વેને આશ્ચર્યચકિત કરી દીધા હતા. મને એમાં કોઈ જ શક નથી કે આ તપશ્ચર્યાઓ લોકોમાં મોટા પાયે આદરયુક્ત ભય પેદા કરીને તેમની ઉપર ભારે અસર પહોંચાડવાની પ્રયુક્તિને સમર્થન આપતી હતી અને પરિણામે વધુ અનુયાયીઓ પ્રાપ્ત થતા તેમજ વધુ સારી લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત થતી. આમ આ બાબત તેમની પોતાની અનૈતિકતાને ઢાંકવા માટેની તેમની યોજનાનો ભાગ બનતી હતી.
જૈનો અને બૌદ્ધોની માફક જ આજીવિક સમાજ સંન્યાસીઓ અને ગૃહસ્થોનો બનેલો હતો, જેમાં પુરુષો તેમજ સ્ત્રીઓ બંનેનો સમાવેશ થતો હતો. ઉપરના વિધાનના સંદર્ભમાં જોઈએ તો તેમાં સડો અને બગાડના કેટલાક કિસ્સાઓ પણ નિઃશંકપણે બનતા હતા. પુરુષને પુરુષ અને સ્ત્રીને
સ્ત્રી તરીકે જોવામાં આવે તો આપણે કલ્પી શકીશું કે આજીવિકોમાં આવા કિસ્સાઓ શી રીતે બનતા હશે. (જો કે આવા કિસ્સાઓ અન્ય સઘળા સંપ્રદાયો જેવા કે જૈનો, બૌદ્ધો, શૈવો કે શાક્તો, વૈષ્ણવો કે ખ્રિસ્તીઓમાં પણ બનતા હતા.) સઘળા સંપ્રદાયોમાં કાળા દોટાં-અનિષ્ટ તત્ત્વો તો હોવાનાં જ તેમજ મર્યાદા ભંગ અને અનાચારના વ્યક્તિગત કિસ્સાઓ પણ બનતા હોવા જોઈએ, પરંતુ જૈન તેમજ બૌદ્ધ અહેવાલોએ (આવા વ્યક્તિગત કિસ્સાઓ પરથી) તેમના પરથી સામાન્યીકરણ કરીને તે બાબતો સમગ્ર સંપ્રદાયને લાગુ પાડી હતી.
આપણે એ ભૂલવું ન જોઈએ કે કહેવાતો ભ્રષ્ટ અને અનાચારી સંપ્રદાય કે જેની વિરોધીઓએ સખત ટીકાઓ કરી છે તે પૈકીની કેટલીક બાબતો અંગે આજીવિકાઓનું સ્વૈચ્છિક ગેરવર્તનો ન હતાં, પરંતુ તે તેમની સંન્યાસી જીવનના વ્યવહારો અંગેની ખરાદિલની માન્યતાઓ હતી. અને સંન્યાસી જીવનના આવા વ્યવહારોની ક્ષમતામાં માનનારા તેઓ એક્લા જ ન હતા. જો તેઓ નગ્નાવસ્થામાં ભ્રમણ કરતા હતા, તો મહાવીરના અનુયાયીઓ પણ તેમ જ કરતા હતા. જો તેમના સંપ્રદાયમાં અનાચારના કિસ્સાઓ બનતા હતા, તો અન્ય સંપ્રદાયો પણ તેમાં અપવાદરૂપ ન હતા. વાસ્તવમાં બૌદ્ધોને નિયમોની લાંબી યાદીની જરૂર પડતી હતી કે જે તેમને
- ૩૧૯ -