________________
(4) પાવિવિત્તાના
એકાન્તવાસ.
ચતુરંગ બ્રહ્મચર્ય ફરજિયાતપણે જરૂરી સમજે છે કે એક આજીવિકા સંન્યાસીઓમાં મુખ્ય હોવો જોઈએ, અન્ય સઘળા સંન્યાસીઓ કરતાં તેની ટેવોમાં વિચિત્ર હોવો જોઈએ, અન્યો કરતાં સુખસગવડથી દૂર રહેવામાં ચડિયાતો હોવો જોઈએ અને એકાન્તવાસ દરમ્યાન મનોવિકારોમાં અન્યો કરતાં તે એકલો ઊતરતી કક્ષાનો હોવો જોઈએ.
-
સંન્યાસી તરીકે તેને દિગંબર અવસ્થામાં રહેવું પડતું અને ટેવો વગેરેમાં શિથિલતા દાખવવી પડતી, તેની પોતાની ટેવો બાબતમાં તે વિચિત્ર હોવાથી તેને પોતાનો દેહ ધૂળના થરથી ઢાંકવો પડતો, જે ઘણાં વર્ષો સુધી તેના દેહ પર એકઠો થયા કરતો. તેને પોતાના હાથથી કે અન્ય કોઈના હાથથી ઘસીને પોતાના દેહ પરથી દૂર કરવાનું હતું નહિ. તે સુખ સગવડોને ધિક્કારતો હોવાથી તેણે સાવધ રહીને ભ્રમણ કરવાનું રહેતું અને તેથી એક જળબિંદુ ઉપર પણ પોતાનો પ્રેમ ઢોળવાનો રહેતો અને કોઈ નાનકડા પ્રાણીને પણ પોતાનાથી કોઈ નુકસાન ન થાય તે માટે સજાગ રહેવું પડતું અને એકાન્તવાસી સંન્યાસી તરીકે મનુષ્યોની સામૈક્ષ હરણની માફક ઝડપથી નાસી જવું પડતું.
અને આ બધું તેણે શા માટે કરવું પડતું ? સર્વોચ્ચ સત્ય શોધવા માટે આ બધા સામે તેણે ટકી રહેવું પડતું એમ M.N.P. 97 જાતક309માં કહેવામાં આવ્યું છે.
(ગરમીથી) શેકાઈ ગયેલો, (ઠંડીથી) થીજી ગયેલો, ભયાનક જંગલોમાં એકલો પડી ગયેલો, દિગંબર અવસ્થામાં રહેલો, જેની નજીકમાં અગ્નિ ન હોય એવો, તેના દેહની અંદર જ જાણે કે અગ્નિ ધીખતો હોય એવો સંન્યાસી સત્યની શોધમાં વાંકો વળી ગયો હોય છે.
सो तत्तो सो सीतो, एको भांसनके वने
नग्गो न चाग्गीम् आसिनो, एसना पसुतोमुनीति
પીણું : આપણે જાણીએ છીએ કે આજીવિકાને કેવળ એજ પીવાની પરવાનગી હતી કે જે ગાય દ્વારા ઉત્સર્જિત થયું હોય, જે હાથ વડે વાવવામાં આવ્યું હોય, જે સૂર્ય દ્વારા ઉષ્ણ થયું હોય અને જે ખડકમાંથી ઝર્યું હોય. આહાર : આહાર તરીકે ગરવાળાં ફળો, muggas, તલ, તાંદુલ આ
~ ૩૧૦ ×