________________
તે ગર્ભવતી હોય તેવી સ્ત્રી પાસેથી પણ તેઓ ભિક્ષા ક્યારેય સ્વીકારતા નહિ. આજીવિકો માંસ અને મદિરા અથવા મિજબાનીમાંથી કોઈ વાનગીઓ સ્વીકારતા નહિ. તેઓ નગ્નાવસ્થામાં જ રહેતા અને ભ્રમણ કરતા. તેમનામાંના કેટલાક એકાદ કોળિયા જેટલું કે બે કોળિયા જેટલું કે વધારેમાં વધારે સાત કોળિયા જેટલું જ અન્ન ખાતા, તેમનામાંના કેટલાક કેવળ એક જ ઘેરથી અથવા વધારેમાં વધારે સાત ઘેરથી ભિક્ષા માગતા અને તેમનામાં કેટલાક તો એવા હતા કે જેઓ એકાંતરે દિવસે જ ભોજન લેતા. (સૌપપાતિસૂત્ર P. 104. Maiihima Nikaya. I.P. 238) આ આજીવિકો દ્વારા કરવામાં આવતી તપશ્ચર્યાઓ અંગેના સંદર્ભો પણ પુષ્કળ મળે છે. સ્થાનાંગમાં આ આજીવિકો દ્વારા કરવામાં આવતી તપશ્ચર્યાઓને ચાર પ્રકારમાં વહેંચવામાં આવી છે. ૩ખ્ખાતર, घोरतप, रसनील्लुहनाता अने सामलीनाता.
ભગવતીસૂત્ર શતક-15 ઉદ્દેશ્ય-1 ચાર પીવા લાયક પદાર્થો અને ચાર તેમના અવેજીરૂપ પદાર્થોનો સંદર્ભ આપે છે અને છ મહિના સુધી શુદ્ધ પીણાં પીવાનો સિદ્ધાંત પણ તે નિર્દેશે છે, જેમાં એકીસાથે બે બે માસ માટે ક્રમિક રીતે ખુલ્લી જમીન ઉપર કે લાકડાના પાટિયા ઉપર કે દર્ભ ઘાસ ઉપર સૂઈ જઈને તેઓ કુલ છ માસનો સમય વ્યતીત કરી તપશ્ચર્યા કરતા હતા તેનો પણ નિર્દેશ કરે છે.
વધુમાં હોમહંસ વ્યાખ્યાનોમાંથી પણ નિર્દેશ થયેલો આપણે શોધી શકીએ છીએ કે આજીવિકાઓ એજ પરિશ્રમયુક્ત પદ્ધતિને સત્યની પ્રાપ્તિ માટે તેમજ અદ્યુત વિશ્વ પ્રાપ્તિ માટે અનુસરતા હતા.
(M.N. P. 80-82) મહાસિહાનન્દ્ર સૂત્ત આજીવિકા સંપ્રદાયનો સારાંશ બપે અભિવ્યક્તિઓમાં આપે છે, જેવા કે આહારની પવિત્રતા અને પુનર્જન્મની પવિત્રતા અને વર્ણવે છે કે ચાર સ્વરૂપોમાં આજીવિકા ધર્મ ઉચ્ચ જીવન જીવવાનો આગ્રહ રાખતો હતો. આ ચતુરંગ બ્રહ્મચર્ય નીચેના ઘટકોનું બનેલું હતું.
(1) તપસીતા
સંન્યાસી જીવન
-
(2) નુત્તરિય – તપશ્ચર્યા (3) નેપુષ્વિતા
સુવિધાયુક્ત જીવન તરફનો ધિક્કાર
~ ૩૧૬