________________
બેને તેમની પોતાની માલિકીની વસ્તુ ગણીને પછી તેમની હત્યા કરવાનો આરોપ (બુદ્ધ ઉ૫૨) મૂકતાં પણ તેઓ અચકાયા ન હતા. જો કે આ વાર્તાઓ નિર્દેશ આપે છે કે બધા જ પાખંડીઓ કાવત્રામાં જોડાયેલા હતા અને તેથી તે પારખવું મુશ્કેલ બને છે કે આવું જોડાણ એ હકીકતને કારણે શક્ય બન્યું હતું કે સ્વાથિ કે જ્યાં આ દૃશ્ય ભજવાયું હતું તે સત્તાવાર રીતે આજીવિકોનું મુખ્ય મથક હતું, અને આજીવિકો અન્ય પાખંડી સંપ્રદાયો સાથે પણ સંઘર્ષ કરતા હતા.
આ બધા ઉપર ટાંકવામાં આવેલા સંદર્ભો સ્વાભાવિક રીતે જ આપણને એવી માન્યતા તરફ દોરી જાય છે કે બધી જ આજીવિકાઓ કે જેમાંથી તેમના આગેવાનો પણ બાકાત નથી તે બધા જ નૈતિક પ્રામાણિકતાથી વંચિત હતા તેમજ તેઓમાં તેમના ઉદ્દેશ્ય પ્રત્યેની ગંભીરતા અને નિખાલસપણાનો અભાવ હતો. આ માન્યતા મહદાંશે એ હકીકતમાંથી તારવવામાં આવી હતી કે આ આજીવિકોએ ફલ જ્યોતિષશાસ્ત્ર તેમ જ સંકેતચિહ્નોનું અર્થઘટન કરવા અંગેનાં ચિત્રો દર્શાવવા જેવા વ્યવસાયો સ્વીકારીને તેમની જાતને ટકાવી રાખી હતી તેમ જ લોકપ્રિય પણ બનાવી હતી. તેઓ પોતે એ બાબતનો નિર્દેશ કરવાના પૂરાવરૂપ હતા કે તેઓ આ પ્રકારનાં સાંપ્રદાયિક દૃશ્યોની રજૂઆત કરવામાં નિષ્ણાત હતા અને આ બાબતમાં તેમનામાં અતિશય અને સહુથી ઉત્તમ અષ્ટાંગનીમિત્તા હતો.
પરંતુ આતો ઢાલની એક જ બાજુ છે, અને અન્ય સંદર્ભોને ધ્યાનમાં ન લેવામાં આવે અને કેવળ આ જ સંદર્ભોનું તેમના દર્શની મૂલ્યને આધારે જ અર્થઘટન કરવામાં આવે તો તેનાથી આજીવિકોને અન્યાય કર્યો છે એમ ગણાશે અને તદુપરાંત લગભગ ચાર શતાબ્દિઓ સુધી તેમણે જે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમજ જે માન-આદરનો તેમણે દાવો કર્યો હતો તેમ જ માંગણી કરી હતી તેને વર્ણવવું એ આપણે માટે મુશ્કેલ બની જશે. તપ અને પવિત્રતા તેમજ ઈન્દ્રિયદમન અને મિતાહારવિહારના એ જમાનામાં આજીવિકસંપ્રદાયના સ્વચ્છંદી અને સ્વેચ્છાચારી અનુયાયીઓ માટે પગ મૂકવાનો આધાર મેળવવાનું આ સિવાય અશક્ય નહીં તો મુશ્કેલ તો બની જ ગયું હોત. બુદ્ધે પોતે પણ એમ કહીને રજૂઆત કરી હતી કે બે પ્રકારના આચાર્યો છે. એક તો વિષયલંપટ જીવન હોય તેવા કે જોઓ
* ૩૧૪ -