________________
B, अचेलका मुत्ताचरा हत्था पालेखाना, ना एह भदान्तका, न तत्त्वा भदन्तिका, ना अभिहतम्, ना उद्धआकतम् ना निमन्तम् ददियान्ति, ते एकागरिका, वहोन्ति, एका तोपिका...सत्था तोपिका आदि ।
બૌદ્ધ મહિલા વિશાખા માટે કહેવામાં આવ્યું છે કે આજીવિકોને જોઈને જ તેણીએ ટીકા કરી કે, “આવી નિર્લજ્જ, વિવેક અને સભ્યતાની ભાવનાથી સંપૂર્ણપણે રહિત એવી વ્યક્તિઓ અહંન્તો હોઈ શકે નહિ.' રિયોવના, બુદ્ધના જીવન અંગેનું ત્યારપછીનું પ્રતિનિધિરૂપ લખાણ પણ આજીવિકોનો સંદઊં એવા જ એકસરખા તિરસ્કારપાત્ર સૂરમાં આપે છે.
આજીવિકો મૂત્રત્યાગ અને મળત્યાગ ઊભા રહીને જ કરતા હતા, તેઓ ઊભા રહીને ખાતા હતા તેમજ પીતા હતા. જેઓ તેમને આમંત્રિત કરતા હતા તેમની પાસેથી તેઓ દાન સ્વીકારતા નહિ અથવા જેઓ તેમને બેસવા માટે વિનંતી કરતા હતા તેમની પાસેથી પણ તેઓ દાન સ્વીકારતા નહિ કે ખાસ કરીને તેમને માટે જ તૈયાર કરવામાં આવ્યું હોય તેવું દાન પણ તેઓ સ્વીકારતા નહિ. તેઓ ક્યારેય કોઈનું આપેલું આમંત્રણ સ્વીકારતા નહિ. તેઓ જે સ્ત્રી પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય અથવા તેની સારસંભાળ લેતી હોય અથવા તો સ્ત્રી સગર્ભા હોય તો તેવી સ્ત્રીઓ પાસેથી પણ તેઓ દાન સ્વીકારતા નહિ. (આજીવિકાઓ મિજબાનીમાંથી મદિરા કે માંસ કે અન્ય કોઈ વ્યંજનો સ્વીકારતા નહિ. તેમનામાંના કેટલાક એકાદ કોળિયા જેટલું અથવા બે કોળિયા જેટલું અથવા વધુમાં વધુ સાત કોળિયા જેટલું જ ખાતા.
- તેમના પૈકીના કેટલાક કેવળ એક જ ઘેરથી અથવા વધુમાં વધુ સાત ઘેરથી ભિક્ષા માગતા.
મજિઝમનિકોયમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે જે સ્ત્રીઓના પુત્રો મૃત્યુ પામ્યા હોય તેવી સ્ત્રીઓ સાથે તેઓ તેમના પુત્રો તરીકે રહેતા હતા.
આજીવિકા સંપ્રદાયના આગેવાનના પોતાના વિશે પણ એવી નોંધ કરવામાં આવી છે (I. 6. P. 391 સૂત્રક્ષિતજ્ઞા) જેમાં તેઓ કહે છે કે એક સંન્યાસી માટે એકાકી ભ્રમણ, શીતળ જળ, પુષ્કળ બી ધરાવતાં ફળો અને સ્ત્રી સાથે આનંદ માણવો એ બધી બાબતોની બિલકુલ મનાઈ
- ૧૨ -