________________
કરવામાં આવતી નથી.
પુત્રવિહીન સ્ત્રી સાથેની સોબતમાં તેઓ જ્યારે રહેતા હતા ત્યારે પ્રારબ્ધના સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો તેમને ઉપદેશ આપવાની સર્વોત્તમ તક તેઓ મેળવી શકતા હતા. તેઓ તેમને સાંત્વના આપવાની ફરજ પણ બજાવતા હતા. ગોસાલા પોતે હલાહલા નામની કુંભારણ સાથે રહેતો હતો તે આવો જ મુદાસરનો બનાવ હતો.
આ સંદર્ભો ઉપરથી કેટલાક વિદ્વાનોએ નિર્ણય તારવ્યો હતો કે જ્યારે આજીવિકો ઉપરોક્ત પ્રકારની માનદ્ સેવાઓ સ્વીકારતા હતા ત્યારે સદૂગૃહસ્થ તરીકેની કોઈ પણ જવાબદારી પોતાના શિરે વહોર્યા સિવાય લગ્ન જીવનના સઘળા લાભો લણી લેતા હતા અને વળી તેઓ પોતાના સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કરવાનું કાર્ય કરવામાં પણ તેનો ઉપયોગ કરતા હતા.
પરંતુ આ બધા ઉપરાંત પણ ઉદાનકથા - એ નામના બૌદ્ધ પુસ્તકમાંથી પણ સંદર્ભ મળે છે જે આ આજીવિકો માટે બહુ જ ખરાબ બોલે છે, તદ્દનુસાર આજીવિકો વિષય લંપટતાયુક્ત બધા જ પ્રકારના આનંદ માણતા હતા એટલું જ નહિ, પરંતુ સ્ત્રીઓના સમુદાય સાથેના સંબંધોનો હરીફ સંપ્રદાયોની વિરુદ્ધમાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે તેમજ તેમની વિરુદ્ધ અફવાઓ ફેલાવવા માટે પણ લાભ લેતા હતા. - "कथम् सा बुद्धिमान भवति पुरुसो व्यंजन विताह लोकास्या पस्यातो यो आयाम ग्रामे चरति नागनाकालि यास्यायाम, इद्रुसो धर्माह, पुरुस्तल लम्बाते दासा । तस्या વૈત્સવની – ૨ના – વનવા સ્થિત ” (Courtesan - Divya Vadana P. 165) . एवरूपा हिरिओत्तप विरहिता अरहन्ता नाम न होन्ति ॥ धम्मपद अट्ठकथा P. 400.
1. ડૉ. બરુઆ કહે છે કે એમ માનવાને મારી પાસે કારણ છે કે ચિંચ અને સુંદરી વિષયક બૌદ્ધ વાર્તાઓમાં આજીવિકોની અનૈતિકતા અને સિદ્ધાન્તવિહીનતાનો પૂરાવો ગુપ્ત રીતે રહેલો છે કે જેઓ (આજીવિકો) બુદ્ધને તેમના ચારિત્ર્ય અંગેની નુકસાનકારક અફવાઓ ફેલાવીને તેમને મુશ્કેલીમાં મૂકવાની ચેષ્ટા કરવામાંથી પણ તેઓ પાછા હઠતા ન હતા અને તેમની ઉપર તેમના સ્ત્રીસમુદાયની શિષ્યાઓ પૈકીની
- ૧૩ -