________________
બધાં આખેઆખાં અથવા ભૂકાના સ્વરૂપમાં મૂકીને તેની ભોજનની થાળી બનાવવામાં આવતી. જો કે નામદાસે જાતક આજીવિકોને એ રીતે વર્ણવે છે કે તેઓ વસ્ત્રો વિનાના અને ધૂળથી ઢંકાયેલા, એકાન્તવાસ અને એકાકી, મનુષ્યની દૃષ્ટિ સમક્ષથી હરણની જેમ ઝડપથી નાસી જનારા હતા. તેમનો આહાર નાનાં મસ્યો, ગાયનું ગોબર અને અન્ય કચરો વગેરે હતો.
आजिवक पब्बज्जं पब्बाजत्वा, अचेलको अहोसि रज्जोजलिको पाविवित्तो अहोसि एकविहारि, मनुस्से दिखा मिगोविय पलायि महाविकटभोजिनो अहोसि, मच्छ गोमयादिनि परिभुज्जि
આ બધું કેવળ વ્યવહારમાં અસંસ્કારી અને મૂર્ખામીભર્યું જણાય છે, જેનો અમલ કરવાથી નીચેની બાબતો પ્રાપ્ત થાય છે એમ માનવામાં આવે છે.). (1) કર્મમાં છૂટકારો (2) સહનશક્તિ – ધીરજ (8) પ્રાણી જીવનની પવિત્રતા (4) આસક્તિમાંથી સ્વતંત્રતા (5) નિયંત્રણ (6) નિર્વાણની પ્રાપ્તિ.
એ બાબત સંપૂર્ણપણે સ્પષ્ટ થાય છે કે ઉપરોક્ત વર્ણનો કે જેની ઉપર ગોસાલાએ ખૂબ જ ભાર મૂક્યો હતો અને નૈતિક વર્તનને બદલે બાહ્ય બ્રહ્મચર્ય-સંન્યસ્ત ઉપર પણ ભાર મૂક્યો હતો. એવી દલીલ કરવામાં આવે છે કે જે આજીવિકઓ બાહ્ય રીતે સંન્યાસીનું જીવન જીવતા હતા તેઓ ખાનગીમાં સ્વાદિષ્ટ ભોજન લેતા હતા અને તેને કારણે જ તેઓ ભારે શરીરવાળા બની જતા હતા. તેઓ આ તપશ્ચર્યાઓ ક્યારેય ખરા ભાવથી કરતા ન હતા, પરંતુ જ્યારે તેઓ ખરા ભાવથી એમ કરતા અને આવા કિસ્સાઓ ભાગ્યે જ બનતા ત્યારે તેઓ કોઈક દૈવી શક્તિઓ પ્રાપ્ત કરવાના ખ્યાલથી જ તેમ કરતા અને આ અલૌકિક દૈવી શક્તિઓની પ્રાપ્તિનો ઉપયોગ જાહેર જનતાના મનમાં આદરયુક્ત ભય પેદા કરી તેમની ઉપર ભારે અસર પહોંચાડવા માટે થતો.' Ayaranga Sutta I. 7.8.12.
- ૩૧૮ -