________________
(ગોસાલકાના મત અનુસાર આ જગત) પ્રારંભવિહીન છે અને એટલા માટે તે અનાદિ છે, પરંતુ તેને નિશ્ચિત અંત હોય છે.
વ્યક્તિના દષ્ટિબિંદુથી જગતને અંત છે. અને તેથી ચોક્કસ સમયગાળાને અંતે તેને (વ્યક્તિને) ખાતરી છે કે તે જગતની બહાર હશે. જો કે તે સમયગાળો દેખીતી રીતે લાંબો સમયગાળો હશે પરંતુ તેમ છતાં તેને માટે તે અંતવિહીન નહીં હોય અને તેમ છતાં લાંબે ગાળે વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થશે અને તે અન્ય એવા જગતમાં જશે કે જેને અંત નહીં હોય કારણ કે તે (અંત) તો વ્યક્તિ માટે હશે અને તે એવા સમયમાંથી પસાર કદી નહીં થાય કે જ્યારે બધી જ વ્યક્તિઓને મોક્ષ મળી જાય.
આમ આ જગત કાયમ માટે ચાલ્યા કરશે, પરંતુ જે પૂર્વનિર્મિત રીતે સંત કોટિની બહાર હોય તેવી વિશિષ્ટ વ્યક્તિ માટે આમ (અંત વિહીન સ્થિતિ) નહીં હોય. આજીવિકાના અનુયાયીઓની નીતિમત્તા અને ચારિત્ર્ય :
આજીવિક સંપ્રદાયની સૌથી ખરાબ અને સૌથી નબળી બાબત જો કોઈ હોય તો તે તેની નીતિમત્તાની છે.
નીતિમત્તા ઃ આજીવિક સંપ્રદાયનો સૌથી ખરાબ અને સૌથી નબળો મુદ્દો એ તેની નૈતિક ફિલસૂફી છે. ગોસાલા માનતો હતો અને તેણે ઉપદેશ પણ આપ્યો હતો કે नत्थि कुसलाकुसलम् कम्मानी, नत्थि सुक्कतदुक्कतनम् फलम् विपाको, येते इधालोके खात्तिय ते परा लोकम् गन्तापि पुनाखत्तिया भविस्सन्ति (મિનિન્દ્ર પંદ).
પુનર્જન્મના ચક્રમાંથી પસાર થવું જ પડે છે અને આપણને છ અચળ અને વિરોધી ઘટનાઓ જેવી કે આનંદ અને દુઃખ, લાભ અને હાનિ, જીવન અને મૃત્યુ વગેરેની જરૂરિયાત અવશ્ય પડે છે.
વખારની અંદર રહેલું અનાજ દ્રોણ નામના એક વિશિષ્ટ માપ વડે, તેને ખરેખર ખાવાના ઉપયોગમાં લીધા સિવાય ખાલી કરી શકાય છે, પરંતુ આપણે આપણા પુનર્જન્મના ચક્રને નાનું કે મોટું બનાવી શકતા નથી. અને કોઈ પણ વ્યક્તિ તે જ પ્રમાણે પોતે સારાં કે નરસાં કર્મો કરે તો પણ આનંદ અને દુઃખ, લાભ અને હાનિને નિવારી શકતી નથી. - ઉપાસકા
- ૩૦૯ -