________________
મૂલ્યને જોડ્યું છે. આ બાબત જેને જૈનો કહે છે તેમ ધાર્મિક પ્રાણત્યાગના ક્રમિક ત્રણ તબક્કા સાથે સંબંધ ધરાવે છે.
પ્રથમ તબક્કામાં મૃત્યુ પામનાર આજીવિક સંન્યાસીને કંઈક પીવાની પરવાનગી આપવામાં આવે છે. જેમ કે ગાય જેનું વિસર્જન કરે છે તે, હાથ વડે જે ઘડાયું હોય તે સૂર્ય દ્વારા જેને તપાવવામાં આવ્યું હોય તે અને જે ખડકમાંથી ટપકે છે તે.
બીજા તબક્કામાં તેને અવેજીરૂપ પદાર્થો સિવાય અન્ય કશું જ પીવાની પરવાનગી આપવામાં આવતી નથી. દા.ત. તેના હાથમાં પકડેલી તાસક અથવા શીશી અથવા ઘડો અથવા બરણી કે જેમાંથી કશુંક પીવાને બદલે નીચોવીને કે મોંથી દબાવીને કેરી કે જરદાલું કે ઈujute fruit કે Tinduka fruit કે તેઓ જ્યારે મોંથી ખાઈ શકાય તેવાં પોચાં કે રાંધ્યા સિવાયનાં હોય ત્યારે તેનો રસ પીવાને બદલે Kalya અથવા Mudga 244 al Masa 24491 Simbali bears } dal gulê miell ખાઈ શકાય તેવાં પોચાં કે રાંધ્યા સિવાયનાં હોય ત્યારે તેમને નીચોવીને કે મોંએથી દબાવીને પીવાં જોઈએ.
અને છેલ્લા તબક્કામાં તેણે તે પણ છોડી દેવું પડશે - તેના વિના પણ ચલાવી લેવું પડશે. શુદ્ધ પીણાં લેવાનું તપ કરતી વખતે આજીવિક (સંપ્રદાયના અનુયાયી)એ એકીસાથે બે માસ સુધી એમ ક્રમિક રીતે કુલ છ માસ સુધી ખુલ્લી જમીન ઉપર અથવા લાકડાના પાટિયા ઉપર અથવા દર્ભના ઘાસ ઉપર સૂઈ જવું પડે છે. આ દર્શાવે છે કે આ પ્રકારના તપ માટે વધુમાં વધુ છ માસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. તે પૈકીનો દરેક તબક્કો બે માસનો હોય છે અને એ રીતે ધાર્મિક રીતે પ્રાણત્યાગના સાધનની મદદથી મોક્ષ પ્રાપ્ત કરવાની આ આજીવિક સંપ્રદાયની નવીન પદ્ધતિ છે.
આમરણાંત ઉપવાસ કરીને પ્રાણત્યાગ કરવાની આ નવી પદ્ધતિ ત્રણ તબક્કાના માર્ગની પદ્ધતિ સાથે સામ્ય ધરાવે છે.
જગત : આ જૈવિક જગત ગોસાલકાના મત મુજબ છ પ્રકારની અચળ અને વિરોધી ઘટનાઓનું બનેલું છે, જેમ કે લાભ અને હાનિ, આનંદ અને દુઃખ, જીવન અને મૃત્યુ. ભગવતી-XV-B-1)
- ૩૦૮ જ