________________
આરોપ લગાવવામાં આવે છે તેની સાથે સુસંગત નથી.
તો પછી આ સિદ્ધાંત કેવી રીતે ઉદ્ભવ્યો અને તેને માટે ન્યાયસંગત શું હોઈ શકે. કેવી રીતે ચાર નિમ્નકક્ષાનાં કર્મો ત્રણ ઐતિહાસિક હકીકતો સાથે સમુદાય રચી શક્યા ?
મારી ધારણા છે કે ગોસાલાનું જ્યારે મૃત્યુ થયું તે જ વખતે ત્રણ અવિસ્મરણીય ઐતિહાસિક બનાવો બન્યા, જે હતા મહાન ઝંઝાવાત, મહાન અણચિંતવ્યું યુદ્ધ અને મહાન હસ્તિ.
આ બધા રહસ્યમય બનાવો પરસ્પર સંમિલિત થઇને ગોસાલાના મૃત્યુને પવિત્ર અસર બક્ષી. ગોસાલા પોતે આજીવિકા સંપ્રદાયનો મહાન આગેવાન હોવા છતાં તેને ભૂલથી પર એવા ગુરુ તરીકે જોવામાં આવ્યો, આમતો તે સામાન્ય રીતે તો તેના જેવી કોઈ પણ વ્યક્તિની માફક સફળ થયો ન હોત.
એ પણ તદન શક્ય છે કે સમકાલીન સંપ્રદાયોમાં તેના તરફના ઊંડા આદરનો અભાવ હોવો જોઇએ અને તેના છેલ્લા દિવસોમાં બનેલા આ બધા બનાવોનો સૂર તેને ઉતારી પાડવા-હલકો પાડવા માટે મિલાવવામાં આવ્યો હોય.
અને આજીવિકના અનુયાયીઓ કે જેમને માટે તેની પ્રતિષ્ઠા એ સર્વસ્વ હતી તે કેવળ એટલા માટે જ નહિ કે તે તેઓમાં સર્વશ્રેષ્ઠ હતો, પરંતુ તદુપરાંત એ કારણે કે તેઓ તેના અનુયાયીઓ હતા અને તેમના આગેવાનની પ્રતિષ્ઠાની સાથે સાથે તે તેમના સંપ્રદાયની પાયા ઉપરની મુખ્ય ઈમારત રૂપ હતો.
આમાં એક એ ઉદ્દેશ્ય પણ હતો કે ગોસાલાના બે અનુયાયીઓએ તેને છેલ્લા તીર્થકર તરીકે ગણાવ્યો હતો અને તેનો એવા સમયે ઉદય થયો હતો કે જ્યારે અન્ય બનાવો બન્યા હતા તે સૌ કરતાં એ ત્રણ મહાન બનાવો સૌથી શ્રેષ્ઠ ઠર્યા હતા.
અજ્ઞાની અનુયાયીઓએ આ ત્રણ બનાવોની સાથે સાથે નૃત્ય, બાન, આમંત્રણ અને પીણાંની ગોઠવણ કરી અને આમ તેમના ગુરુનો દોષ કાઢવામાંથી પર એવો દેખાવ ઊભો કર્યો, જે તેમના મતાનુસાર આ ત્રણ બનાવોની જેમ જ તે માનવજાતનો છેલ્લો મહાન ધર્મોપદેશક હતો.
~ ૩૦૬