________________
વારંવાર આદર આપવાની ચેષ્ટા કરી.
આ બાબતો ખોટા અર્થઘટનને કારણે સમગ્રપણે ભય અને ગેરલાભમાં પરિણમી અને તે ગોસાલકાના ધ્યાન બહાર જઈ શકી નહિ કે જે મહદાંશે તેની પાછળના વાસ્તવિક ઉદ્દેશ્યને છુપાવવા માટેની ઉતાવળમાં હતો અને તે તેમને ધાર્મિક શ્રેષ્ઠતાઓ તરીકે રજૂ કરવા માગતો હતો.
- આમ ગોસાલકાએ જો કે નબળી રીતે પણ તેને ધાર્મિક ભૂમિકા પૂરી પાડવાનો અને તેના વર્તનને ધાર્મિક અર્થઘટન આપવાનો પ્રયત્ન કર્યો, કે જે ચોક્કસ અને નિઃશંક પણે હલકું કાર્ય હતું.
પરંતુ તેમને અંતિમ છે એમ કહેવાથી તે તેનો અર્થ એમ કરે છે કે કોઈ પણ વ્યક્તિ આવી વસ્તુઓનો અમલ ક્યારેય કરી શકશે નહિતેઓ છેલ્લી-અંતિમ છે અને સહુથી ઉપર સર્વશ્રેષ્ઠ ક્રમાંક ધરાવે છે અને તેના સંપ્રદાયમાં આવા શરમજનક વર્તન (અંતિમોનો ફરીથી અમલ કરવાના) માટે કોઈ અવકાશ નથી.
તે જે સમજે છે તેનું સમાપન કરીએ તો તેણે જે કર્યું તે પ્રાકૃતિક રીતે જ પૂર્વનિર્મિત હતું અને સાથે સાથે તે અંતિમ પણ હતું.
તેણે ધાકથી પીડિત એવાં ત્રણ ઐતિહાસિક સત્યોનો પણ સામવેશ એટલા માટે કર્યો હતો કે કોઈ દુરંદેશી વિચારશીલ વ્યક્તિ તે બધાંની સત્યતાને નકારી શકે નહિ.
ડૉ. ગોપાણી કહે છે કે આઠ અંતિમોના તેના સિદ્ધાંતને ધર્મશાસ્ત્રીય, ફિલસૂફી સંબંધી નીતિમત્તાની દષ્ટિએ તેમજ આધ્યાત્મિક દષ્ટિએ કોઈ જ મહત્ત્વ પ્રાપ્ત થતું નથી. ત્રણ ઐતિહાસિક વસ્તુને લાગે વળગે છે ત્યાં સુધી તેમનાથી તેને ઐતિહાસિક રંગ પ્રાપ્ત થાય છે અને તેનાથી આગળ તેનો કંઇજ અર્થ નથી.
પોતાના શરીરમાંથી તાપશક્તિ છોડીને મહાવીરને જીવતા બાળી નાખવાનો ગોસાલાનો પ્રયત્ન દુઃખદ રીતે નિષ્ફળ ગયો તેની કોઈ ના પાડી શકે નહિ અને હું માનું છું કે આનાથી તે પોતે સંપૂર્ણપણે શરમને કારણે દુઃખમાં ડૂબી ગયો હશે. આ બનાવે તેના સ્વાથ્ય ઉપર પણ શારીરિક અસર કરી હોવી જોઇએ ગોસાલાએ આવી શરમજનક સ્થિતિમાં નિષેધ કરવામાં આવેલાં પીણાંઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હશે. એ પણ
- ૩૦૪ -