________________
એમાં કોઈજ આશ્ચર્ય નથી કે આવા મહાન ધર્મોપદેશકનાં છેલ્લાં કર્મોએ તેના શિષ્યોને તેમના ગુરુને વધારે ઉચ્ચ અને ઉન્નત તરીકે રજૂ કરવા માટે પ્રેર્યા હોય. આપણે જાણીએ છીએ કે ગૌતમ બુદ્ધનું છેલ્લું ભોજન કે જે ડુક્કરના માંસનુ બનેલું હતું અને જેને અન્ય લોકોએ જાહેરમાં વખોડી કાઢ્યું હતું, છતાં કેવી રીતે તેને તેમના અનુયાયીઓએ ગુણવત્તાયુક્ત ગણાવ્યું હતું. તેઓ એમ કહેતાં પણ અચકાયા ન હતા કે ઈશ્વરે તેમાં શ્રેષ્ઠ સુગંધિત દ્રવ્યો ઉમેર્યાં હતાં, કારણ કે તે તેમના મહાન ગુરુનું છેલ્લું ભોજન હતું. આઠ અંતિમોનો આ સિદ્ધાંત ગોસાલાના સિદ્ધાંતનો અંતર્ગત ભાગ બનતો ન હતો અને તે કેવળ તેમના અનુયાયીઓની શોધ હતી. ચાર પીણાંઓ અને તેમની અવેજીરૂપ ચાર પદાર્થો :
આ સિદ્ધાંત અનુસાર સંન્યાસી કે જેણે પ્રતિજ્ઞાઓ લીધી હોય તેને કેવળ નીચે મુજબનાં ચારજ પીણાં પીવાની છૂટ આપવામાં આવે છે-જેવાં કે ગાય જેનું વિસર્જન કરે તે, હાથ વડે ઘડાયું હોય તે (કુંભારના ઘડાનું જળ), સૂર્ય દ્વારા જેને તપાવવામાં આવ્યું હોય તે અને ખડકમાંથી જે નીચે પડતું હોય તે. આ ચાર પેયો છે.
પરંતુ બધા જ કિસ્સાઓમાં આની પરવાનગી આપવામાં આવતી નથી અને તેથી નીચે મુજબના ચાર તેમના અવેજીરૂપ પદાર્થો છે.
(1) જળથી ભીની કે ઠંડી થયેલી તાસક અથવા શીશી અથવા ઘડો અથવા બરણી કે જેમાંથી પીવાને બદલે નીચોવીને અથવા મોંથી દબાવીને katya, mudga mass કે simbali bears કે તેઓ જ્યારે મોંએથી ચવાય એવાં પોચાં કે રાંધ્યા વગરનાં કે નીચોવી શકાય તેવાં અથવા મોંએથી દબાવી શકાય તેવાં હોય તે કેરી અથવા hog ptutm અથવા Jujute (ગરવાળાં) ફળો અથવા tinduka ફળો કે જે પોચાં અને રાંધ્યા સિવાયનાં હોય ત્યારે તેમનો રસ પીવાને બદલે તેને દબાવીને મોંએથી ચૂસીને કે નીચોવીને પીવાં જોઈએ.
આના અનુસંધાનમાં ડૉ.બરૂઆ માને છે તે તદ્દન તર્કયુક્ત છે. તેઓ માને છે કે ચાર પીણાંઓ અને તેમના અવેજીરૂપ ચાર પદાર્થો આ બધાં જ આમરણાંત ઉપવાસના આકરા તપ સાથે સંકળાયેલાં છે કે જેની સાથે આજીવિક સંપ્રદાયે વિશિષ્ઠ પ્રકારની ધાર્મિક પવિત્રતા અને આધ્યાત્મિક
~306~