________________
અશક્ય નથી કે આવાં પીણાને લીધે ઉન્મત્ત-અર્ધ પાગલ જેવા થઈને મોજીલાં ગાન અને નૃત્યનો આશ્રય લીધો હોવો જોઈએ અને છેવટે તેના અનુયાયી હલાહલાને હાથ જોડીને વારંવાર વિનંતી કરવામાંથી પણ તે અચકાયો નહિ હોય. દારૂડિયા મનુષ્યની જેમ તેણે તેના ભાનસાન ગુમાવ્યા હશે અને ઓછોવત્તે અંશે તેણે પોતે શું કર્યું હતું તેની ગંભીરતાનું ભાન થવાથી તેણે અજાણપણે આવાં કૃત્યો કર્યા હોવા જોઈએ. - મને ખાતરી છે કે ગોસાલા જ્યારે ભાનમાં આવ્યો હશે ત્યારે તેણે પોતાનાં કર્મો માટે ઊંડી દિલગીરી અનુભવી હશે અને તેના શિષ્યોને ચેતવણી આપી હશે કે જે અઘટિત ધૃણિત વર્તનોનો તે શિકાર બન્યો હતો તે કેવળ અંતિમ હતાં અને તે હવે પછી કદાપિ તેના દ્વારા કે તેના અનુયાયીઓ દ્વારા પુનરાવર્તિત થવા જોઈએ નહિ. - ડો. ગોપાણી માને છે તેમની સાથે હું સંમત થતો નથી કે તેણે પોતાના વર્તનને ધાર્મિક ભૂમિકા પૂરી પાડવા માટે તેમજ તેનું ધાર્મિક અર્થઘટન કરવા માટેનો પ્રયત્ન ર્યો હતો તેનું સાદું કારણ એ છે કે આવી બાબત કરવા જેટલો ગોસાલા બદમાશ પણ ન હતો અને મૂર્ખ પણ ન હતો, કારણ કે જો તે બદમાશ વ્યક્તિ હોત તો તેણે પોતાનાં દુષ્કૃત્યો ઉપર પડદો પાડવાનો પ્રયત્ન કર્યો હોત અથવા તો તેને બદલે તે એમ કહી શક્યો હોત કે આ દુષ્કૃત્યો મારાં પોતાનાં હતાં જ નહિ, પરંતુ મારા દેહમાં અન્ય કોઈએ પ્રવેશ કરીને તે કર્યા હતાં. અને અત્રે આપણે એ નોંધવું જોઈએ કે આમ કહેવું એ કઈ અસ્વાભાવિક નથી, કારણ કે આપણે જોયું છે કે જૈન લેખકોએ વારંવાર તેઓ જે વક્તવ્ય તેમના આગેવાનના મુખમાં ન મૂકી શકે તેમ હોય તે તેમણે સિદ્ધાર્થ વ્યંતરના મુખમાં મૂકેલું છે. બીજું કે ગોસાલા કંઈ એટલો બધો મૂર્ખ ન હતો કે આવા પ્રયત્નો મહદાંશે તેને લોકમતની દષ્ટિએ અત્યંત હલકો પાડી શકે છે એ હકીકતનું તેને ભાન ન હોય.
ત્રીજું કે ભગવતી અહેવાલ કે જે આ સિદ્ધાંતનો સંદર્ભ શોધે છે તે પણ તેની મરણોન્મુખ કબૂલાતનો સંદર્ભ આપે છે કે જેમાં તે પોતે કહે છે કે તે પોતે જિન, દૃષ્ટા કે જ્ઞાતા નથી, પરંતુ તે સામાન્ય માણસથી પણ ઉતરતી કક્ષાનો છે.
તેની કબૂલાત સ્પષ્ટ પણે તેની પર આવા કોઇ ઉદ્દેશ્ય અંગેનો જે
- ૩૦૫ -