________________
એવો નિર્ણય તારવીએ તે શક્ય છે કે તેણે પોતાના ધર્મપંથની શ્રેષ્ઠતા દર્શાવવાની ઇચ્છાથી આમ કર્યું હોય, પરંતુ અન્ય ધર્મપંથોને તેમાંથી સંપૂર્ણપણે બાકાત હરગીજ રાખવામાં આવ્યા નથી અને ડૉ. ગોપાણીએ તેમને ધર્માધ અને સ્વકેન્દ્રી ગણાવ્યા છે એમ તેમને ગણાવવા એ અયોગ્ય અને અતાર્કિક બની રહેશે.
જૈવિક સૃષ્ટિને લાક્ષણિક રીતે છ અચળ અને વિરોધી ઘટનાઓ દ્વારા વર્ણવવામાં આવી છે જેવી કે લાભ અને હાનિ, આનંદ અને દુઃખ, જીવન અને મૃત્યુ. (ભગવતી-XV ઉદ્દેશ્ય 1)
આપણે ગોસાલાના સિદ્ધાંતનાં ચાર પેયોની નીતિમત્તા પર અથવા આજીવિકોના ગુણલક્ષણ ઉપર આવીએ તે પહેલાં આપણે તેના વ્યક્તિગત જીવન માંથી ઉદ્ભવેલા સિદ્ધાંતો તરફ ધ્યાન આપીશું. તેમાં મહત્ત્વના સિદ્ધાંતો એ આઠ અંતિમો-નિર્ણાયકો, ચાર પેયો અને તેમના ચાર અવેજીરૂપ પદાર્થો વગેરે છે.
આઠ અંતિમો ઃ નિર્ણાયકોઃ આઠ અંતિમોનો સિદ્ધાંત એ ગોસાલાએ હિમાયત કરેલો સિદ્ધાંત ન હતો, પરંતુ તેની જિંદગીની છેલ્લા દિવસોમાંથી તે ઉદ્ભવેલો હતો. આજીવિકા સંપ્રદાય અનુસાર આઠનિર્ણાયકોના સિદ્ધાંતનો અર્થ એ થાય છે કે નીચે દર્શાવેલી આઠ વસ્તુઓ કેવળ અંતિમ છે. અને તેનો ફરથી ક્યારેય ઉદ્દભવ થવો જોઈએ નહિ.
આ આઠ વસ્તુઓ છે : (1) અંતિમ પીણું (2) અંતિમ ગાન (3) અંતિમ નૃત્ય (4) અંતિમ આદર (6) અંતિમ વાવાઝોડું-તોફાન (6) રાજા શ્રેણિકનો સસેનકા નામનો અંતિમ હસ્તિ (7) મહાશિલકંટક નામનું અંતિમ યુદ્ધ અને (8) અંતિમ તીર્થંકર | ડૉ. ગોપાણીની સમજૂતી નીચે મુજબ છે.
જ્યારે ગોસાલકાએ મહાવીરની સામે તાપશક્તિ છોડી ત્યારે તે (પરાવર્તિત થઈને) ગોસાલકાના દેહમાં પુન:પ્રવેશી. તેની પોતાની તાપશક્તિને આ રીતે વિરોધી શક્તિ દ્વારા થયેલી પ્રતિક્રિયાના કારણે ગોસાલકાના દેહની સંવેદનાઓએ પણ બળવાનું શરૂ કર્યું. આમ જે મૂર્ખ વ્યવહારનો ઉપયોગ તેણે કર્યો હતો તેમાંથી મુક્તિ મેળવવા માટે તેણે વારંવાર બે હાથ જોડીને હલાહલા નામના તેના શિષ્ય તેમજ અનુયાયીને
- ૩૦૩ -