________________
તેના સમકાલીન અન્ય સંપ્રદાયો વચ્ચે તફાવત એ છે કે અન્ય સંપ્રદાયોનાં સિદ્ધાંતોમાં મોક્ષ એ સીધા ચડાણના માર્ગને અનુસરવાથી પ્રાપ્ત થાય છે અને તેની સંપૂર્ણપણે ચોક્સાઇથી આગાહી કરી શકાતી નથી જ્યારે ગોસાલાના સિદ્ધાંત મુજબ અસ્તિત્વના પુર્નવર્તિત ચક્રોમાંથી પસાર થઈને ચોક્કસપણે પ્રાપ્ત કરી શકાય છે.
જીવનની ઉત્ક્રાંતિ માટે નક્કી કરવામાં આવેલો લાંબામાં લાંબો સમયગાળો આ પ્રમાણે છે – જગત પર રહેલી હલકામાં હલકી વસ્તુમાંથી માનવ જેવી સર્વોચ્ચ સ્થિતિમાં ઉત્ક્રાન્ત થવામાં ચોર્યાસી હજાર મહાકલ્પો જેટલો સમય લાગે છે. આ અત્યંત લાંબા સમયગાળાને કલ્પ અને આંતરકલ્પ અને એ પ્રમાણે આગળને આગળ એમ વિભાજિત કરવામાં આવેલો છે.
જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં સમયની કાલ્પનિક વહેંચણી-વિભાગીકરણ કરવામાં આવેલી છે. આ બધા જ વિભાગો એક જ ભાત ધરાવતા અને નમૂનારૂપ છે અને તેમની પોતાની માન્યતાઓમાં રહેલી સમાનતાઓના આધારે હેતુપૂર્વક પાડવામાં આવેલા છે. સંદર્ભ : Dighnikaya Commaentary : Sumangal Vilasmi-1 part P-162. Where Buddha ghose has quoted from-Anguttara III-P.383
આમ ઉત્ક્રાંતિની રેખા ઉપર જ્યારે જીવન આગળ વિકાસ સાથે છે ત્યારે વ્યક્તિઓનું વિવિધ અલગ અલગ કક્ષાઓમાં વિભાજન, અલગીકરણ અને જૂથ પાડવાનું આવશ્યક બની જાય છે. અને તે આપણને ગોસાલકા દ્વારા રજૂ કરવામાં આવેલા છ અબજીજાતિના નવા સિદ્ધાંત તરફ દોરી જાય છે. પ્રત્યેક વ્યક્તિગત આત્માએ કરેલા વિકાસ અને તે જે લક્ષણો ધરાવતો હોય તેમજ તેણે પ્રાપ્ત કર્યા હોય તેની કક્ષાના આધાર પર આ સિદ્ધાંત એક માણસને બીજા માણસથી અલગ પાડે છે. આ સિદ્ધાંત સમગ્ર માનવજાતને છ અલગ અલગ જૂથોમાં વહેંચે છે અને બધાં જ મનુષ્યોનો આ છ પૈકીના ગમે તે એક જૂથમાં સમાવેશ થાય છે : (1) કૃષ્ણાભિજાતિ : જે નિમ્ન કક્ષાનાં કર્મો કરે છે એવી વ્યક્તિઓનો
આ જૂથમાં સમાવેશ થાય છે જેમ કે માછીમાર, શિકારીઓ અને આ પ્રકારના અન્ય
- ૩૦૧ -