________________
અને સોળ વર્ષ પછી તે જ્યારે તેમને મળ્યો ત્યારે તેણે મહાવીરને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યો કે તે એજ જૂનો તોફાની ગોસાલા ન હતો પરંતુ પહેલાં હતો તેના કરતાં વધારે શાંત, ગંભીર, સ્વસ્થ એવો આજીવિકા સંપ્રદાયનો આગેવાન હતો. આમ તેણે ઉપમાઓનો ઉપયોગ કરીને કર્યું. તેણે કહ્યું કે ઉદય કુંડિયાયાનાએ સાત તબક્કાઓમાંથી પસાર થઈને પોતાનામાં જન્મ ધારણ કર્યો હતો અને હવે તે સંપૂર્ણ રીતે શ્રેષ્ઠ શ્વેત વસ્ત્રની જેમ શુદ્ધ અને સ્વચ્છ છે.
જોકે જૈન ધર્મગ્રંથોમાં તેનો નિર્દેશ મળતો નથી, પરંતુ બૌદ્ધ સંપ્રદાયમાંથી આજીવિકાના સંદર્ભશોધતાં આપણને દશાબૂમકા સિદ્ધાંત વિશેનો સંદર્ભ મળે છે. જોકે બૌદ્ધ ધર્મગ્રંથો પણ આ સિદ્ધાંત ઉપર કંઈ વધારે પ્રકાશ ફેંકતા નથી, પરંતુ મને લાગે છે કે જેમ બોધિસત્ત્વમાંથી બુદ્ધ બનવા માટે શTબૂમક્કા સિદ્ધાંત હતો કે જે દર્શાવે છે કે પ્રત્યેક ભૂમિમાં કોઈને કોઈ સગુણ વિશે બોધિસત્વ સર્વસંપૂર્ણ હતા. તે જ પ્રમાણે આજીવિકા અનુસાર માનવજાતમાં જન્મ પામ્યા પછી લાગણીશીલ અને આધ્યાત્મિક રીતે સ્વચ્છ થયેલો આ માનવજન્મ પામેલો આત્મા જ્ઞાતા કે દષ્ટ બને તે પેહેલાં આઠ તબક્કાઓમાંથી પસાર થાય છે.
આઠ તબક્કા : પરંતુ જો આપણે આ આઠ તબક્કાનો સિદ્ધાંત સ્વીકારીએ તો એક શંકાએ ઊભી થાય છે કે ઉદય કુંડીયાયાના કેવળ સાત તબક્કાઓમાંથી પસાર થયો હતો એ હકીકતનો આપણે સમાધાનકારક ખુલાસો આપણે શી રીતે કરીશું ?
મને લાગે છે કે સંસારત્યાગ પહેલાનો ગૃહસ્થ તરીકેનો તબક્કો આમાં ગણતરીમાં લેવામાં આવ્યો નથી અને અહીં કોઇક બદલા પછી જ આ બધા વૈશ્વિક ફેરફારો થાય છે. તેથી છેવટે બદલો મળતાં પહેલાં ગોસાલા ગૃહસ્થ તરીકેના પ્રથમ અને પ્રારંભિક તબક્કામાંથી પસાર થયો અને ત્યાર પછી બદલો મળ્યા પછી તે સાત તબક્કામાંથી પસાર થયો હતો. છેવટે તે તેના બે પુરો ગામીઓ નન્દાવવા અને શિક્ષા સજવા એ પ્રાપ્ત કરેલા ઉન્નત તબક્કાને સમાન તબક્કો પ્રાપ્ત કરી શક્યો હતો.
જુદી જુદી જગ્યાએ જુદી જુદી વ્યક્તિઓનાં નામ અને તેણે પ્રાપ્ત કરેલા) તબક્કા અથવા વર્ષોની સંખ્યા દશાવે છે કે આ બધી જ વ્યક્તિઓ
- ૨૯૯ -