________________
મેળવવાની તેમ જ ઉન્નત થવાની તેની ક્ષમતા ઉપર છે.
તદનુસાર સજીવ તેની તેજ જાતિમાં જરૂરિયાત હોય ત્યાં સુધી ગમે એટલી વખત જન્મ લે છે અને સ્વયંભૂઉત્ક્રાંતિના સિદ્ધાંત અનુસાર તે માનવ જન્મ પ્રાપ્ત કરે ત્યાં સુધી આવી જરૂરિયાત રહે છે. અને આ બાબત ડાર્વિનના સિદ્ધાંત સાથે પણ સુસંગત છે. આમ વિકાસાત્મક સોપાનો દ્વારા તે માનવ તરીકે જન્મ ધારણ કરે છે પરંતુ તેની ઉત્ક્રાંતિ અહીં અટકી જતી નથી અને પ્રગતિ પણ બંધ થઈ જતી નથી.
વાસ્તવમાં મનુષ્ય તરીકેનો જન્મ એ પ્રથમ તબક્કો અને અત્યંત મહત્ત્વની જરૂરિયાત છે અને તે મોક્ષ પ્રાપ્ત કરવા માટેની અનિવાર્ય જરૂરિયાત પણ છે. અત્રે એ નોંધવું જોઈએ કે તે કેવળ માનવ અવતાર જ છે કે જેમાં મોકલવામાં આવેલો આત્મા મોક્ષની અપેક્ષા રાખી શકે છે. આ બાબત જૈન તેમજં બૌદ્ધ ધર્મગ્રંથો સાથે બિલકુલ કદમ મિલાવે છે.
જોકે બધાં જ મનુષ્ય પ્રાણીઓ એક સમાન નથી, પરંતુ એકબીજાથી ખૂબ જ જુદાં પડે છે. ગોસાલકાના મત મુજબ આ માનવપ્રાણીઓ છે પ્રકારનાં છે. તે તેમને તેમના વર્ણ-રંગ અનુસાર વર્ગીકૃત કરે છે. છ પ્રકારનાં માનવો છે જે અન્ય જૂથોથી અલગ પડે છે. આમાંના પ્રત્યેક પ્રકારનાં મનુષ્યો ખાસ પ્રકારનો રંગ ધરાવે છે અને પ્રગતિની ખાસ કક્ષા દર્શાવે છે. શિકારીઓ, માછીમારો વગેરે વાદળી રંગ દર્શાવે છે અને પ્રથમ તારક ચિહ્ન દર્શાવે છે, જ્યારે છેલ્લું અને સર્વોચ્ચ સ્થાન એ શ્રેષ્ઠ શ્વેત રંગ દ્વારા દર્શાવવામાં આવે છે અને તે સંપૂર્ણપણે હૃદયની શુદ્ધતા દર્શાવે છે. નિંદ્રાવવા, જિલા સાંવિવેચ્છા અને મલ્લાની મોલાના આ છેલ્લી કક્ષામાં આવે છે. છ અભિજાતિઓમાં કરવામાં આવેલું આ વર્ગીકરણ મહાવીરના છ પ્રકારના સિદ્ધાંતોને મળતું આવે છે અને આ અંગે આપણે પછીથી જોઈશું.
- પ્રથમથી છેલ્લી કક્ષામાં અડસટ્ટે એકદમ કૂદકો મારી શકાતો નથી અને ડૉ. બરુઆ અને ડૉ. ગોપાણી ટેકો આપતાં કહે છે કે મોક્ષ પહેલાંના છેલ્લા જન્મમાં દેહ સાત પ્રકારના વૈશ્વિક ફેરફાર અનુભવે છે અને ખાલી ગોસાલાએ નિર્દેશેલાં આ પરિવર્તનો તેની અગાઉની ભૂલો (દુષ્કર્મો)ને ધોઈ નાખે છે. તે જ્યારે મહાવીરનો શિષ્ય હતો ત્યારે તે પ્રથમ કક્ષામાં હતો
- ૨૯૮ -