________________
મારી સમજૂતી નીચે મુજબ છે.
દૈવત્યવાદ, સ્વયં ઉત્ક્રાંતિવાદ અને પરિવર્તનવાદને ધ્યાનમાં રાખીને આપણે જોઇ શકીએ છીએ કે ગોસાલા માનતો હતો કે પ્રત્યેક સજીવને સારાં કે ખરાબ કર્મોથી અલિપ્ત રહીને જન્મો અને મરણોના ચક્રમાંથી પસાર થવું પડે છે અને તે પસાર થાય છે અને આવી પ્રક્રિયા દરમિયાન તે અમુક માત્રામાં ઉત્ક્રાંતિ-ઉન્નતિ પામે છે કે જેના લીધે તે મોક્ષથી વધારે દૂર હોતો નથી.
ડૉ. ગોપાણી વર્ણવે છે કે જ્યારે ગોસાલાએ એવા સિદ્ધાંતની રચના કરી કે મૃત્યુ પછી પ્રત્યેક સજીવ તેની તેજ યોનિમાં ગમે તેટલી વખત જન્મ લઇ શકે છે, તેણે આમ ફક્ત વિરોધાભાસ દર્શાવવા માટે જ કર્યું અને મહાવીરના સિદ્ધાંતની આંતરિક સત્યતાની ખાતરી હોવા છતાં તે મહાવીરની વિરુદ્ધમાં ગયો.
અત્રે હું મહાવીરના સિદ્ધાંતનો નિર્દેશ અહીં કર્યા વગર રહી શકતો નથી કે, “વન્ય સૃષ્ટિના સજીવ પદાર્થો તેમના મૃત્યુ પછી તેમના મૂળ દેહ (વૃક્ષકે છોડ)ના વિવિધ ભાગો તરીકે જન્મ લે છે તે વાત અત્યંત ખોટી છે, પરંતુ તેમાંથી ગોસાલકાએ તારવેલો નિર્ણય એ માત્ર દેવવાદ કે નિયતિવાદનો સિદ્ધાંત જ છે. પરંતુ તેણે જ્યારે કહ્યું કે પ્રત્યેક કવચભીંગડાંવાળાં પ્રાણીઓ મૃત્યુ પછી તેની તે જ જાતિમાં જન્મ લે છે, સ્વયંભૂ ઉત્ક્રાન્તિ અને ઇશ્વર દ્વારા પૂર્વનિર્મિતવાદના સિદ્ધાંતોના પ્રકાશમાં તે જે માને છે, અને તેણે માનવું જોઈએ તે એ છે કે જન્મ લીધા પછી પ્રાણીઓની એ જ જાતિમાં જન્મ લે છે તે બરાબર છે, પરંતુ તેઓ ઇચ્છે તેટલી બધી જ વખત નહીં, પરંતુ જ્યાં સુધી તે વધારે ઊંચી કક્ષાએ પહોંચી શકે ત્યાં સુધી જ આમ બને છે. વત્તેઓછે અંશે આમ બનવું એ ફરજિયાત છે સિવાય કે તેની તે જ જાતિમાં જન્મ લઇને તે ઊંચી કક્ષાએ પહોંચે. જ્યાં સુધી તે ઉચ્ચ કક્ષાને લાયક બને ત્યાં સુધી તેની પોતાની જરૂરિયાત મુજબ તેને આમ કરવું જ પડે છે. ગોસાલકાના સિદ્ધાંત અનુસાર પ્રાણીને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આમાંથી પ્રાણી માટે પસાર થવાનાં વર્ષોની સંખ્યા ચોક્કસ છે. અર્થાત્ તે 84000 ક્લ્પો જેટલી છે, પરંતુ દરેક વ્યક્તિ માટે ખાસ કરીને જન્મોની સંખ્યા અને ખાસ કરીને તેની ઝડપ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. તેનો આધાર તે ખાસ જન્મના અનુભવોમાંથી લાભ
~૨૯૦