________________
(vi) મૃત્યુ પામ્યા સિવાય મોક્ષ પામતા પહેલાના જન્મના એના એ જ દેહમાં તે સાત વખત પરિવર્તનોમાંથી પસાર થઇ શકે છે (પરિવર્તનનો સિદ્ધાંત)
ડૉ. બરૂઆ વિચારે છે તે જ શૈલીમાં ડૉ. ગોપાણી પણ વિચારે છે અને પરિવર્તન સિદ્ધાંતને લાક્ષણિક અર્થમાં સમજાવે છે. જ્યારે મહાવીરે કહ્યું કે ગોસાલકા તેમનો પોતાનો અગાઉનો શિષ્ય હતો ત્યારે તેણે કંઇક અંશે તાર્કિક ભૂમિકા ઉપર તેનું ખંડન કર્યું અને પરિવર્તન સિદ્ધાંતની મદદથી તેણે તેની મહેચ્છા પૂર્ણ કરી.
તેણે જ્યારે મહાવીરને સામો આક્ષેપ કરીને કહ્યું કે ગોસાલકા કે જે અગાઉ તેનો શિષ્ય હતો તે તો ધણા સમય પહેલાં મૃત્યુ પામ્યો હતો અને હમણાં તો તે ગોસાલકાના મૃત શરીરમાં રહેલો ઉદય કુંડિયાયાના હતો. વાસ્તવમાં તે જે કહેવા માગતો હતો તે એમ હતું કે ગોસાલકા કે જે એક વખત મહાવીરનો શિષ્ય હતો તે પ્રગતિના દૃષ્ટિબિંદુથી હવે મરી પરવાર્યો હતો અને તેથી જ તેનો દેહ તેનો તે જ હોવા છતાં તે એ જ ગોસાલકા ન હતો. આમ તેણે પરિવર્ત શબ્દનો ઉપયોગ પારિભાષિક શાબ્દિક અર્થમાં જ કર્યો હતો. ‘સાત' એ સંખ્યા માટે આપણે સ્વેચ્છાએ શ્રી કર્ગથલાના વિચારો સાથે માન્યતા દર્શાવીએ છીએ કે તે એક સામાન્ય સંખ્યા છે જેનો ઉપયોગ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં કરવામાં આવ્યો છે. ડૉ. ગોપાણી આગળ ઉમેરે છે કે, ‘‘મોક્ષ પહેલાંનો છેલ્લો જન્મ એ એક લાગણીશીલ મનુષ્યનો જન્મ હોય છે કે જેમાં તેણે કેટલાંક કામો કે જે અગાઉના (જન્મોમાં) બાકી રહી ગયાં હોય તે અત્યંત ઉતાવળથી કરવાનાં હોય છે. આ એક અત્યંત મહત્ત્વનું જીવન છે કે જેમાં તેણે ઘણા બધા અસામાન્ય આધ્યાત્મિક પરિવર્તનોમાંથી પસાર થવાનુ હોય છે કે. “જેવા ફેરફારો ગોસાલાએ શ્રાવસ્તીમાં મખાલા નામની કુંભારણની દુકાનમાં રહીને કર્યા. તે અત્યંત અસામાન્ય હતું અને આવાં છેલ્લાં પરિવર્તનો સંખ્યામાં હતાં. જો તેણે આવો ભારે અડચણરૂપ અને અટપટો સિદ્ધાંત ન શોધ્યો હોત તો મહાવીરે તેને ખુલ્લો પાડીને તેને બદનામી ન થવા દીધી હોત.’’ તેમના મંતવ્ય અનુસાર તેમણે કરેલું પરિવર્તન સિદ્ધાંતનું વર્ણન એ જ માત્ર દીઠે ખરી લાગે એવી સમજૂતી છે.
~૨૯૫ ~