________________
તેમજ બૌદ્ધ વર્ણનોમાં વારંવાર તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમકે સાત સિદ્ધાંતો, સાત પ્રકારનું દેવત્વ, સાત પ્રકારનું રાક્ષસત્વ વગેરે. શ્રી કર્મથલા આગળ ઉમેરે છે કે મૃત્યુ પછી જ જીવ એજ પ્રકારની યોનિમાં સાત વખત જન્મ ધારણ કરે છે અને મૃત્યુ પામ્યા સિવાય એવા સાદા કારણથી આમ બની શકતું નથી કે મૃત્યુ પામ્ય સિવાય આત્મા દેહને સાત વખત બદલી શકે તે નથી તો બુદ્ધિ યુક્ત કે નથી તો વ્યવહારું. આ જ બાબત માટે ડૉ. ગોપાણી નીચે મુજબનું વર્ણન આપે છે. (i) મૃત્યુ પછી પ્રત્યેક જીવ તે પ્રકારનાં પ્રાણીઓના વર્ગમાં ગમે
તેટલી વખત જન્મ ધારણ કરી શકે છે. (નોંધ : તેમણે આમ માત્ર મહાવીરની વિરુદ્ધમાં જવાના હેતુથી જ કર્યું હતું. મહાવીરના સિદ્ધાંતની આંતરિક સચ્ચાઈની અંતે સંપૂર્ણપણે તેમને ખાતરી થઈ હતી તેમ છતાં પણ તેમણે આ સિદ્ધાંત
રજૂ કર્યો હતો.) (ii) જરૂરિયાતનું નિયંત્રણ અને માર્ગદર્શન મેળવીને તે પ્રગતિ
કરવાનું ચાલુ રાખે છે અને પ્રગતિ કરતી વખતે તે વિવિધ
કક્ષાઓમાંથી પસાર થાય છે. (સ્વયં ઉત્ક્રાંતિનો સિદ્ધાંત) (iii) તેણે સારાં કર્મો કે ખરાબ કર્મો, સગુણો અને દુર્ગુણો, પાપ
કે પુય વગેરે અંગે ચિંતા કરવાની જરૂરિયાત નથી. પ્રારબ્ધ એ જ તેનું મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક છે. (નીતિમત્તાનો
સિદ્ધાંત) (iv) કોઈ વ્યક્તિના દષ્ટિ બિંદુ અનુસાર વિશ્વ એ મર્યાદિત છે.
તેને અંગેનું તેનું પોતાનું વર્ણન શુદ્ધ રીતે આધ્યાત્મિક અને બીબાઢાળ છે. આજ પ્રકારનું વર્ણન આપણને અન્ય પવિત્ર સાહિત્યમાંથી પણ મળે છે. અગાઉથી નિશ્ચિત થયેલા જન્મ અને મરણના ચક્રમાંથી પસાર થયા પછી ચોક્કસ અને નિશ્ચિતપણે મોક્ષ ઉદ્ભવે છે. (મોક્ષનો સિદ્ધાંત)