________________
ઉપર આપેલો વિલક્ષણ અભિપ્રયાોનો સંગ્રહ આપણને તે સમયમાં આત્મા અંગે પ્રચલિત અભિપ્રાયોનો ખ્યાલ આપે છે. આ અભિપ્રાયો પૈકીનો છેલ્લો બલિદાન આપવાના બ્રાહ્મણીય સિદ્ધાંતથી સૂગ અનુભવતા લોકો માટે કંઈક આશા દર્શાવે છે. તેઓ પૈકીના કેટલાક સામાન્ય રીતે યોગીજીવનના વ્યવહારોનો ઉપયોગ કરે છે અને તેમને લોકો આદરપૂર્વક અને માનપૂર્વક જુએ છે. ઉપરના અભિપ્રાયો પૈકી છેલ્લો આપણને એ નિર્ણય તરફ દોરી જાય છે કે આત્મા એ મહાન આત્માનો એક મહત્ત્વનો અંશ છે અને તે પોતાની વર્તમાન સ્થિતિમાંથી ઉત્ક્રાંતિના ધીમાં ક્રમિક સોપાનો દ્વારા એક એક સોપાન આગળ વધે છે (અને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે.) અને મહાન આત્મામાં એકાકાર થઈ જાય છે. મહાન આત્મા સાથે એકાકાર થવાની આ બાબત મનુષ્યના પોતાના હૃદયની હિંમત દ્વારા પ્રેરણા પામે છે. તેમને માટે જાણવાની વધારે આનંદની વાત તો એ છે કે બલિદાન આપવાના બ્રાહ્મણીય સિદ્ધાંતનો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી તેમ છતાં તેમના પોતાના આત્માની વધુ ભલાઈ માટે કંઈક આશા રહે છે. આ ઈશ્વરીય ગેબી શક્તિના સિદ્ધાતે તેમને માટે નવો માર્ગ ખોલ્યો. બલિદાન આપવા સિવાયના સારું, ધાર્મિક અને સાધુજીવન દ્વારા તેઓ યોગ્ય રીતે ઈશ્વરની દયાની અપેક્ષા રાખી શકે. ઈશ્વરની સારાપણાની યાદીમાં સમાવેશ થવાની મક્કમ ભલામણની પણ તેઓ અપેક્ષા રાખી શકે. સત્કર્મો કરીને તેમજ સદ્ગુણી જીવન જીવીને કોઈ પણ વ્યક્તિ ઈશ્વર તરફથી પોતાની તરફેણ કરવા માટેની પ્રાર્થના કરી શકે.
પરંતુ આ કેવળ ઈશ્વરની કૃપા જ છે એ ખ્યાલ હજી અનિવાર્ય ગણાય છે. દરેક વસ્તુ તેની ઇચ્છા પર આધાર રાખે છે. ઈશ્વરની કૃપા દ્વારા જ કોઈ પણ ઘટના બને છે અથવા બનતી નથી. જો ઈશ્વર તમારે પક્ષે હોય તો કોઈ પણ દિશામાંથી તમારી ઉપર કોઈ પણ હાનિ આવી પડતી નથી. બધી જ આપત્તિઓમાંથી તમે ચોક્કસપણે સહીસલામત બહાર આવી શકો છો.
આત્માની ઉન્નતિનો તેમજ ઈશ્વરની કૃપાનો આ સિદ્ધાંત જૂનવાણી બ્રાહ્મણો દ્વારા પણ આવકાર પામ્યો. તેના જ જોરે તેઓ દાંડી પીટીને અને
- ૫૮ -