________________
પામ્યો, જે પોતાના શિષ્યો તરફથી પણ ધિક્કાર પામ્યો તેમ જ પોતાના મનની દુઃખી અને કંગાલ સ્થિતિમાં તે નિષિદ્ધ ચીજોનો પણ ઉપયોગ કરતો હતો તેમજ નિરકુશપણે મનમાં આવે તેમ ભોગ ભોગવતો હતો. આ બધા બનાવો અત્યત ઝીણાવટ અને કાળજીપૂર્વક જૈન ધર્મગ્રંથો, ભગવતીસૂત્રશતક-15, કલ્પસૂત્ર તેમજ હેમચંદ્ર અને ગુણચંદ્ર ગણી લિખિત “મહાવીરના પારંપરિક જીવન”એ પુસ્તકમાં વર્ણવવામાં આવેલ છે.
આ લેખકો દ્વારા કરવામાં આવેલું ગોસાલાનું વર્ણન જોકે સત્યથી સંપૂર્ણપણે વેગળું નહી હોવા છતાં વિકૃત તો કરવામાં આવ્યું જ છે. હું પણ ડો. બરુઆના મંતવ્ય સાથે સંમત છું, ડૉ. બરુઆ નીચે મુજબ કહે છે.
એ બાબત તો વગર કહેજ સ્પષ્ટ છે કે મંવદ્વાનીપુર પોતાના અંગે ભગવતીસૂત્રના અહેવાલોમાં વિચિત્ર મનોદશા અને કડવી વક્રોકિતઓ અસ્તિત્વ ધરાવે છે. જૈન લેખકોના પક્ષે મહાન આજીવિકા ધર્મોપદેશકને હરવખત સતત સભાન પ્રયત્નપૂર્વક અત્યંત તિરસ્કારપાત્ર ચારિત્ર્યવાળા, નીચે કુળના તેમજ હલકા વ્યવસાયવાળી વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવેલ છે, કે જે ને પસંદ કરવા માટે ટૂંકા ભૌતિક લાભના ભવિષ્ય વિશેના હેતુસર યતિજીવન પસંદ કરવા માટે પ્રરિત કરવામાં આવેલ છે, તેને મહાવીરનો સંપ્રદાય ત્યજી દીધેલી મહાવીરના શિષ્ય તરીકે, મહાવીરના અન્ય શિષ્ય અને તેમના જમાઈ જમાલી કરતાં વધારે ધૃણાજનક વ્યક્તિ તરીકે તેમજ તેને કતબ્બી હલકા ચરિત્રવાળી વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવેલ છે, કે જેણે તેના ગુરુનો સાથ સાંપ્રદાયિક મતભેદોને કારણે ત્યજી દીધેલ છે અને શરમજનક રીતે તેણે પોતાની જાતને તેના ગુરુ પ્રત્યેનું ઋણને નકારીને પોતાની જાતને જિન તરીકે જાહેર કરી છે.
(આ બાબતના અનુસંધાન માટે Ses the appendix for Gosala's wanderings with Mahavir Appendix1 Hi આજ બાબતને સંક્ષિપ્તમાં રજૂ કરી છે.).
આજીવિક સંપ્રદાયના ધર્મોપદેશક તરીકે પણ તેણે ખોટા સિદ્ધાંતો અને ત્રુટિયુક્ત ખ્યાલોનો ઉપદેશ આપ્યો છે એમ દર્શાવવામાં આવેલ છે કે જે ઉપદેશો માનવજાતના ભલા કરતાં નુક્સાન વધારે કરી શકે છે. તેના મૃત્યુ પહેલાં તેને વચન અને કર્મ બંનેમાં ઘેલછા બતાવતો દર્શાવવામાં
- ૨૦૮૦