________________
છે. જે બનવાનું છે, તે બનીને જ રહે છે, અને જે બનવાનું નથી, તે ક્યારેય બનતું નથી, અને આપણા વર્તમાન જીવનની પ્રત્યેક બાબતનો આરંભ અને અંત એ જ આ બધાનો સરવાળો અને પદાર્થ છે એમ આપણને વિનતિવાન દ્વારા શીખવવામાં આવ્યું છે. (સૂત્રકૃતાંગ II 1-1 પાના નં. 287-288)
આત્મા એ કેવળ જીવનની આ સામાન્ય નાટિકામાં અકાર્યશીલ પ્રેક્ષક છે. તે કશું જ પાર પાડતો નથી. તે મનુષ્યનું કશું જ સારું કરી શકતો નથી કે બગાડી શકતો નથી. તેનામાં કશુંક કરવાની કે નહિ કરવાની તાકાત નથી. મનુષ્યનાં સર્વે પ્રયત્નો અને અશ્રુઓ (દુ:ખો) પ્રારબ્ધ દ્વારા પૂર્વનિર્મિત થયેલી હકીકતમાંથી એક શબ્દ પણ ભૂંસી નાખવા માટે શક્તિમાન નથી. પ્રયત્ન, તાકાત, શક્તિ, આત્માનું બળ વગેરે બધાં જ કોઇ રીતે ઉપયોગી નથી અને મનુષ્ય કોઇ પણ જાતના પૂર્વગ્રહ વગર જન્મ અને મરણ તેમજ સુખ અને દુઃખની ઘટમાળમાંથી પસાર થવું જ પડે છે.1
જૈન ધર્મગ્રંથો અનુસાર ગોસાલો જ્યારે મહાવીર સાથે ભ્રમણ કરતો હતો ત્યારે કેટલાક મહત્ત્વના બનાવો બન્યા હતા કે જેમણે ગોસાલાને પ્રારબ્ધની અગમ્ય શક્તિની પ્રતીતિ કરાવી. તેણે તેને પરિવર્તનના કે પુનર્જન્મના એક બીજા અગત્યના સિદ્ધાંતની પણ પ્રતીતિ કરાવી.
મનુષ્ય જો ભલો હોય કે મહાન હોય, દુષ્ટ હોય કે રંક હોય, પરંતુ તે જે છે તેમાં તે કોઈ જ ફેરફાર કરી શકતો નથી. તે તો કેવળ પ્રારબ્ધના હાથનું એકર્મણ્યશીલ રમકડું છે, અને (પ્રારબ્ધને) તાબે થઇ જવું એજ એકમાત્ર માર્ગ તેની સમક્ષ ખુલ્લો છે.
દૈવવાદનો આ સિદ્ધાંત જીવનની અત્યંતકાળી રજૂઆત છે. તે દૃષ્ટિથી અદૃશ્ય નિરાશાવાદ છે અને તેમાંથી છટકી શકાતું નથી. આવો સિદ્ધાંત મોટા લોક સમુદાયની તરફેણ જીતવા માટે શક્તિમાન બની શકતો નથી, પરંતુ ગોસાલાએ તેને એક અન્ય ફિલસૂફી સંબંધી વિચાર આપીને નરમ બનાવ્યો અને તેણે ગોઠવ્યું કે મૃત્યુ એ વ્યક્તિના જીવનનો અંત અને ઉદ્દેશ્ય હોવાની શક્યતા છતાં પણ તે પોતે અંત નથી. પ્રત્યેક મનુષ્ય માટે ચોક્કસ સમય પછી ઉત્ક્રાંતિના પરિણામે સર્વોચ્ચ ભલું અને અંતિમ કલ્યાણ પ્રાપ્ત કરવાનું પૂર્વનિશ્ચિત હોય છે, જેમાંથી ઝાકળબિંદુ પણ બાકાત નથી.
*૨૯૦ ૦