________________
કર્યો, સમગ્ર સંપ્રદાયનું તેમણે પુનર્ગઠન કર્યું તેમજ પુરુષ સંન્યાસીઓ અને સ્ત્રી સંન્યાસીઓ અને સાથે સાથે સામાન્ય ભક્તોના સંઘોની સ્થાપના કરી. * ફિલસૂફી વિષયક માન્યતાઓ : હવે આપણે મૂળભૂત સિદ્ધાંતો તરફ વળીશું
આજીવિક સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો : આપણા ઉદ્દેશ્ય માટે સંપ્રદાયના ઇતિહાસ કરતાં અથવા વર્ધમાન મહાવીરના તેના સમકાલીન એવા ધર્મ ઉપર તેણે જે અસર પેદા કરી તેને મૂલવવા માટે તેના સ્થાપકો અંગેની વિગતો કરતાં સંપ્રદાય પોતે વધારે મહત્ત્વનો છે.
આજીવિક સંપ્રદાયના મહત્ત્વના સિદ્ધાંતોની હું નીચેનાં મથાળાં હેઠળ ચર્ચા કરીશ.
(1) નિયતિવાદ - દૈવવાદ
(2) પરિવર્તન સિદ્ધાંત અને પુનર્જન્મ સિદ્ધાંત
(3) ચોક્કસ સમય પછી સ્વયં સંચાલિત ઉત્ક્રાંતિ
(4) સમયની સંકલ્પના
(5) છ પ્રકારનાં પ્રાણીઓ
(6) આઠ તબક્કા
(7) વિશ્વ અને મોક્ષ
(8) નીતિશાસ્ત્ર
(9) આઠ અંતિમો
(10) ચાર પેયો અને ચાર અવેજીરૂપ પ્રતિનિધો
1 Olden berg's Buddha : P.70
(1) નિયતિવાદ અથવા દૈવવાદ : આજીવિક સંપ્રદાયનો સાર મુક્ત ઇચ્છાની ઋણાત્મકતા હોય એમ દેખાય છે. તદનુસાર મનુષ્ય તેના પર્યાવરણની મરજી વિરુદ્ધની બક્ષિસ છે. ભગવાન જ્યારે કુંડાકોલિયા નામના સદ્ગૃહસ્થની સમક્ષ ઉપસ્થિત થઇને કહે છે કે, ‘‘ભલે! હે દેવોના પ્રિય, તે ગોસાલાના નિયમ અનુસારનો સંપ્રદાય છે, જે કહે છે કે પરિશ્રમ કે મહેનત કે શક્તિ કે ઉત્સાહ-જોશ કે માનવીય તાકાત જેવું કંઈ હોતું
૦૨૮૮