________________
ઉદ્દભવ પામ્યો હતો અને તે ભ્રમણ કરતા સંન્યાસીઓ અને યતિઓની ટોળીઓ દ્વારા ઉદ્દભવ પામ્યો હતો અને તેની પાછળ તેનો પોતાનો ઇતિહાસ હતો અને આ હકીકતને જૈન ધર્મગ્રંથોનું પણ સમર્થન પ્રાપ્ત થયું હતું. ભગવતીસૂત્ર મખ્ખલી ગોસાલાના પૂર્વજન્મોની વાર્તાનું વર્ણન કરે છે. સોળ વર્ષ પછી જ્યારે ગોસાલા મહાવીરને સબાથ્થીમાં મળે છે ત્યારે તેઓ તેની ઘારી લીધેલી આગેવાની તેમજ સર્વજ્ઞતા ધરાવતા ધર્મગુરુ તરીકેનો દાવો છીનવી લે છે અને કહે છે કે, “તું એ જ ગોસાલો છું, કે જે એક વખત મારો શિષ્ય હતો.” ગોસાલો આ પરિસ્થિતિમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે તે પોતે મુદલ ગોસાલા છે જ નહિ. તે પોતે ઉદય કંડીયાયા નામનો એક મહાન નેતા છે, જે સાત પુનર્જન્મો પછી તે પોતાના આ વ્યક્તિગત સ્વરૂપમાં જન્મ્યો છે. તેનો અર્થ કેવળ એટલો જ થાય કે તે હવે અગાઉ જૂનો એ જ ગોસાલો ન હતો કે જે તેમનો શિષ્ય હતો અને તેથી તેને ગુનેગાર ઠરાવવા અંગે કોઈ પાકી ખાતરી ન હતી, પરંતુ હવે તે ઉદય કુંડીયાયાના સ્વરૂપે આજીવિક સંપ્રદાયના ખ્યાલોને રજૂ કરે છે. ઉદય કુંડીયાયાનાના આત્માએ સાત આગેવાનોના સ્વરૂપમાં તેનો પુનર્જન્મ લીધો કે જેઓએ કેટલાંક વર્ષો માટે જુદી જુદી જગ્યાઓએ તેમના માલિકના જીવાત્માનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગોસાલાએ જ્યારે ઉદયકુંડીયાયાનાના જીવાત્માને ગ્રહણ કર્યો ત્યારે જાણે કે તેણે પોતાની જાતમાં તેનો જન્મ ધારણ કરી લીધો. ડો. બરૂઓ કહે છે તેમ આ બાબતને સંપૂર્ણ રીતે લાક્ષણિક અર્થમાં અર્થઘટન કરવાની તેમજ સમજવાની આવશ્યકતા છે.
ઉદય કંડિયાયાના વિશેની વિગતો કમનસીબે અપ્રાપ્ય છે. આપણે ઉદય કંડીયાયાના, નંદવક્કા, કિસા સાંકિક્કા અને અન્યો વિશેની પુરતી વિગતોની ગેરહાજરીમાં (તેમને વિશેના) ઇતિહાસની પુનર્રચના કરી શકીએ નહિ, પરંતુ નિઃશંકપણે આપણે એમ કબૂલ કરી શકીએ કે આજીવિકા સંપ્રદાયનો ઉદ્દભવ થયો અને ધીમે ધીમે તેમજ મક્કમતાપૂર્વક વિવિધ ધર્મોપદેશકો દ્વારા તેનો વિકાસ થયો કે જેઓના વિશેની વિગતો પ્રાપ્ય નથી, તેમ છતાં એ સત્ય છે કે મખ્ખલી ગોસાલા અને મહાવીરના પૂર્વેના શિષ્યો કે જેઓ તે સિદ્ધાંતો (આજીવિકા સંપ્રદાયના)માં માનતા થયા હતા તેમણે તેને યોગ્ય રીતે આકાર આપ્યો અને ફિલસૂફીના સ્તર સુધી તેને ઉન્નત