________________
ગોસાલામાં તેના લોભને કારણે આત્મવિશ્વાસ તેમજ બેજવાબદારી ભાવનામાં વધારો થયો અને તેણે જાહેર કર્યું કે મનુષ્ય કોઈ પણ રીતે તે જે કંઈ સહન કરે છે તેને માટે સહેજ પણ જવાબદાર નથી. જે કંઈ બન્યું હોય છે તે કેવળ અનિવાર્ય-ટાળી ન શકાય તેવું હોય છે અને મનુષ્યના ગમે તેટલા પ્રયત્નો પણ તેને તેમાંથી બચાવી શકતા નથી.
સિદ્ધાંતનો અર્થ કાર્યકારણના ક્રમને નકારવો તે થાય છે અને તે કેવળ દેતપશ્ચયવાનું પુનરાવર્તન છે. હવે પછીથી આપણે જોઈશું કે તે શી રીતે બુદ્ધના ઉપદેશની વિરુદ્ધ જાય છે. આ સિદ્ધાંત એ સદુત્વા દોષિ એ સૂત્રનું જ પરિણામ છે.*
મખ્ખલી ગોસાલાનો નિયતિવાદ એ કોઈ નવો જ અફર સિદ્ધાંત ન હતો કે જેની તેણે રચના કરી હોય. તે માત્ર એ માન્યતાનું જ પુનરાવર્તન છે કે જે પ્રત્યેક હિંદુના હૃદયના ઊંડાણમાં અગાઉથી જ પડેલું હોય છે અને તેથી તે સારી – નક્કર ભૂમિકા પ્રાપ્ત કરે છે. (કાર્યના) કારણને મરોડવા છતાં તે સત્ય ઠરે છે. આ અંગે કરવામાં આવેલી આગાહીઓ ગોસાલાએ દાન મેળવ્યા હતા, તલના છોડનું અને ભાંગેલા ઘડાનું ભવિષ્ય ભાખ્યું હતું, કે જેમાં કસબાના કેટલાક માણસોએ લોટને પાણીમાં ઓગાળીને રાબ તૈયાર કરી હતી.
આ ત્રણે કિસ્સાઓમાં મહાવીરે જે રીતે આગાહી કરી હતી તે મુજબ જ બન્યું હતું અને તેના પરિણામોમાંથી છટકવાના સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.
આ ત્રણ બનાવોએ ગોસાલાને ખાતરી કરાવી કે જે પૂર્વનિર્ધારિત હોય છે તે મુજબ જ બને છે. જે બનાવનું છે તે બનીને જ રહે છે.
ફરીથી રાજાએ કહ્યું - એકવાર હું જ્યારે મસ્તુ-કારી-કુશા-રી (મખાલી ગોસાલા) પાસે ગયો હતો અને તેને આજ પ્રશ્ન કર્યો હતો. તેણે મને ઉત્તર આપ્યો હતો, મહારાજા! વહેંચવું અથવા આપવું અથવા બલિદાન આપવાનો કાયદો અથવા સારું કે નરસું, સારાં કે નરસાં કર્મો માટે બદલો કે બક્ષિસ, વર્તમાન ઐહિકજગત કે મૃત્યુ પછી) મળનારું જગત, પિતા કે માતા અથવા દેવ કે પરી અથવા સજીવ પ્રાણીઓનું જગત અથવા કર્મશા કે બ્રહ્મા અથવા આ વિશ્વ અને આવનારું વિશ્વ વગેરે જેવું કંઈજ નથી. આવી વસ્તુઓ છે એમ જેઓ કહે છે તે બધા જ જૂઠ્ઠાં છે. (સંદર્ભઃ છ પાખંડીઓના સંપ્રદાયોનો અહેવાલ.
- ૨૯૧ -