________________
રજૂઆત કે કોઈ વિરોધી-ખોટી રજૂઆત થયેલી જોવા મળતી નથી. હું માનું છું કે આવા સંજોગો હેઠળ તારવવામાં આવેલો કોઈ નિર્ણય પ્રમાણવિહીન બની રહેશે. આપણે આગળ જાણીએ છીએ કે ગોસાલાના શિષ્યો એટલા સહિષ્ણુ ન હતા કે જેથી તેઓ પોતાના હરીફ સંપ્રદાયોના ધર્મોપદેશકોને પોતાના સંપ્રદાયના ધર્મોપદેશકોને પણ આદર આપી શકે. આ આજીવિકાઓ વિશેની ચર્ચામાં આપણને તેમનો કોઈ નિર્દેશ ક્યારેય મળતો નથી.
આ બંને આગેવાનો અસ્તિત્વ ધરાવતા હતા કે નહિ તે અંગે આપણે ચોક્કસપણે કંઈ કહી શકીએ તેમ નથી, પરંતુ એક બાબત આપણે સહી સલામત રીતે કહી શકીએ તેમ છીએ કે મહાવીરના આવા કોઈ સમકાલીનો હતા નહિ.
એક નગ્ન સત્ય એ છે કે તેમને વરિષ્ઠ શ્વેત કક્ષામાં મૂકવામાં આવ્યા હતા તે હકીકત પણ આપણને એવો કોઈ નિર્ણય તારવવા અંગે મનાઈ કરે છે કે તેઓ ગોસાલાના અનુયાયીઓ હતા. હવે જ્યારે આપણે આ બે હકીક્તો વિશે ચોક્કસ છીએ કે તેઓ મહાવીરના સમકાલીનો ન હતા અને તેઓ ગોસાલાના શિષ્યો પણ ન હતા અને તેમ છતાં તેઓ તેમની વચ્ચે સર્વોચ્ચ આદર પામતા હતા. આપણા માટે તદન સ્પષ્ટ નિર્ણય એ છે કે તેઓ કોઈ સંપ્રદાયના આગેવાનો હતા, કિન્તુ તેઓ મહાવીર કરતાં થોડાક સમય અગાઉ થઈ ગયા હતા. તેના સંદર્ભે તેમના વિશેની બધી જ હકીકતો તદન ભૂલાઈ ગઈ છે.
જો આપણે એમ પણ માની લઈએ કે તેઓ ક્યારેય બિલકુલ અસ્તિત્વ જ ધરાવતા ન હતા અને આ નામો કેવળ ઉપજાવી કાઢેલા બનાવટી હતાં, તો પણ આ નામો એવી કોઈ વ્યક્તિઓનો નિદર્શ કરે છે કે જેમને અંગેની હકીકતો તે સમયે ભૂલાઈ ગઈ હતી, અને તેનો અર્થ એવો થાય કે આજીવિકોએ એમ વિચાર્યું હતુ કે ગોસાલા સિવાય પણ એવી કેટલીક વધુ વ્યક્તિઓ તેની પહેલાં થઈ ગઈ હતી કે જેમણે આજીવિકો સંપ્રદાયની રચના કરવાની તેમજ તેને લોકપ્રિય બનાવવાની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી હતી.
એ હકીકત હતી કે લાંબા સમયગાળાને અંતે આજીવિક સંપ્રદાય
- ૨૮૬ -