________________
જોઇએ કે અત્યંત લાંબા સમય સુધી તે પોતાના શિષ્યો પરની પકડ ટકાવી રાખવા માટે શક્તિમાન બન્યો હતો, કારણ કે તેમના (શિષ્યોના) પક્ષે આ માટે મજબૂત પાકી ખાતરી અને મક્કમ શ્રદ્ધા આવશ્યક બને છે. આપણે જાણીએ છીએ કે તેના અનુયાયીઓ એ અસંસ્કૃત, જેમનાં મન કાટ ખાઇ ગયાં હોય એવા અજ્ઞાનીઓની ટોળી ન હતી પરંતુ તે સર્વે શ્રીમંત અને સુસંસ્કૃત નાગરિકો હતા. આવાં કેટલાંક ઉદાહરણો છે સદ્ધાલપુત્ત, આયામપુત્ત, હાલાહલ વગેરે. તેની સફળતાને મૂલવવા માટે આપણે કાંતો તેના જીવન અને રહેણીકરણીને અથવા તો તેની ફિલસૂફી અને ધર્મોપદેશને ધ્યાનમાં લેવાં જોઇએ.
-
જૈન અને બૌદ્ધ અહેવાલોમાં પાછળથી કરવામાં આવેલી નોંધો આપણને એમ માનવા પ્રેરે છે કે તેનું જીવન અત્યંત અસંતોષકારક અને તેનો ધર્મોપદેશ બિનઉપયોગી હતો.
કિન્તુ જેમ તેનો ઉપદેશ એકંદરે નકામો ન હતો, પરંતુ તેના સમયમાં પ્રવર્તમાન માન્યતાઓમાં સતત પુનર્રચના તેમજ ઉત્ક્રાન્તિ થતી રહેતી હોવાથી તેનું જીવન સંપૂર્ણપણે સદ્ગુણોવિહીન ન હતું. પ્રત્યેક કાળા વાદળમાં હંમેશાં રૂપેરી રેખાઓ હોય છે એ સત્યને ત્યારપછીના લેખકોએ સભાનપણે ઢાંકી દેવાનો પ્રયત્ન કર્યો હતો.
મહાવીરના સંપ્રદાય સાથેનું તેનું જોડાણ એ માત્ર ધંધાદારી સોદો હતો એમ ગણાવવામાં આવે છે, પરંતુ તેના ગુરુ પ્રત્યેની તે જ્યાં સુધી તેમની સાથે હતો ત્યાં સુધીની તેની પ્રતિબદ્ધતાના પ્રકાશમાં ઉપરોક્ત બાબતને સમર્થન આપી શકાય નહિ. તેની પ્રતિબદ્ધતાને લગભગ તેની ગુરુ પ્રત્યેની ભક્તિ તરીકે ઘટાવી શકાય, કારણકે તેણે લાટ પ્રદેશમાં તેના ઉપર અનેક અંતિમ કક્ષાનાં પરાકાષ્ઠાની યાતનાઓ પ્રયોજવામાં આવી હતી તેમ છતાં તેણે તેના ગુરુને ત્યજી દીધા ન હતા અને છેવટે તેણે તેમને ત્યજી દીધા તેનું કારણ એ ન હતું કે તેણે તેમની સાથે રહીને અનેક યાતનાઓ વેઠી હતી, પરંતુ સાંપ્રદાયિક મતભેદોને કારણે તેણે તેમને ત્યજી દીધા હતા કારણકે તે અન્યને તપાવવાની જાદુઈ શક્તિનો અભ્યાસ કરવા તેમજ તેને વિકસાવવા અને ચિહ્નોનાં અર્થઘટનોનું જ્ઞાન મેળવવા ઇચ્છતો હતો. તેણે પોતાની જાત ૫૨ આમંત્રી હતી એવી મોટા ભાગની મુશ્કેલીઓ
૦૨૮૦×