________________
આવેલ છે અને આ બાબતે તેણે તેના અનુયાયીઓ સમક્ષ પણ પોતાની શરમનો એકરાર કરેલ છે એમ દર્શાવવામાં આવ્યું છે.
. પરંતુ સર્વથા સંપૂર્ણ ઐતિહાસિક સત્ય તરીકે ભગવતી અહેવાલને ગણતરીમાં લેવામાં આવે તો પણ તે ત્યારપછીના પોતાની જાતના વધારે પડતા ભાનવાળા જમાનાની નીપજ હોવાથી તેને સર્વથા સંપૂર્ણ રીતે સ્વીકારી શકાય તેમ નથી. સમયવર્તી ટીકા તરીકે ત્યારપછીના સમયમાં લખાયેલા) આચાંગ, અકૃતાંગ અને ઉવસગ્ગદસાઓ જો કે ગોસાલાના વ્યક્તિગત ઇતિહાસની અપૂરતી માહિતી ધરાવે છે તેમ છતાં તેઓના અહેવાલોમાં રહેલા ગોસાલા વિશેના વિચારો વધારે સૌમ્ય છે.”
ડૉ. બરુઆ ભારપૂર્વક આગળ કહે છે કે ઇતિહાસકાર મોટી ભૂલ કરવાના અને ગોસાલાને અન્યાય કરવાના વલણવાળો છે એમ ત્યારે જ કહી શકાય કે જ્યારે તે અસલ ઐતિહાસિક નોંધોના અંશ તરીકે ભગવતી સૂત્રમાંના જન અહેવાલોને યોગ્ય તપાસ કર્યા વગર સ્વીકારી લે. બૌદ્ધ અને બ્રાહ્મણ (ગ્રંથોમાંથી મળતા) અહેવાલોમાંથી મળી આવતી અન્ય નોંધોના વિચારોમાં ઘણા મુદ્દાઓમાં વિરોધી ખ્યાલો જોવા મળે છે. ભગવતીનાં વિધાનો અનુસાર આપણી બધીજ જૈન માન્યતાઓ ઉપર નિઃશંક પણે વિશ્વાસ મૂકી શકાય તેમ નથી. બૌદ્ધસાહિત્યની ઝીણવટપૂર્વક તપાસ કરીને આપણે નક્કી કરી શકીએ છીએ કે બધા જ પાછળથી રચાયેલા સાહિત્યમાં પૂર્વ ઇતિહાસની પુનર્રચના એકસમાન સભાન પ્રયત્નો દ્વારા એ રીતે કરવામાં આવી છે કે જેના દ્વારા તે નીચા કુળનો અને દુષ્ટ ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિ તરીકે દેખાય, આ બાબતમાં પાછળથી રચાયેલા બૌદ્ધ અને જૈન અહેવાલો સંમત થાય છે.
જોકે એમાં કોઈ શંકા નથી કે ગોસાલાના જીવનમાં કુલિનતા તેમ જ પ્રમાણિકતાનો અભાવ હતો, તેમ છતાં આવા મહાન ચારિત્ર્યને ઘડવામાં ચાવીરૂપ બાબત એ હતી કે તેનામાં ઓછામાં ઓછું એવું કંઈક તો હતું જ કે જેને લીધે તે આટલી મોટી સંખ્યામાં અનુયાયીઓને એકત્ર કરવા માટે અને સાથે સાથે બુદ્ધ અને મહાવીર જેવા બે મહાન ધર્મોપદેશકોના વિરોધ વચ્ચે પણ શક્તિમાન બન્યો હતો. તેણે તેના શિષ્યોને છેતર્યા હતા એમ માની લેવામાં આવે તો પણ એ સત્ય આપણી ધ્યાન બહાર ન જવું