________________
તે જ્યાં સુધી મહાવીર જોડે જોડાયેલો હતો ત્યાં સુધી આપણે તેના વિશે કશું જ જાણતા નથી.
મહાવીરચરિત્ર : ગુણચંદ્ર લિખિત “મહાવીરનું જીવન” અનુસાર ગોસાલાના જીવનના બાળપણમાં બનેલા શરૂઆતના બનાવોનું અનુસંધાન મળે છે જે તેમના જીવનમાં બનેલી અનિષ્ટ બાબતોને પણ ખૂલી કરે છે.
એકવાર જ્યારે ગોસાલાએ તેની માતાની આજ્ઞાનો અનાદર ક્ય ત્યારે તેણીએ તેને આ રીતે ઠપકો આપ્યો છે કતપ્ની બાળકી મેં તને નવમાસ (મારા પેટમાં રાખ્યા) પછી જન્મ આપ્યો અને છતાં તુ મારી કોઈ જ આજ્ઞા માનતો નથી! ત્યારે તે કૃતઘ્ની, અહંકારી, મૂર્ખ ઉત્તર વાળ્યો, “હે માતા! જો તું મારા પેટમાં દાખલ થઇ શકે તો હું તને તેનાથી બમણા સમય સુધી સહન કરીશ.”
જોકે આ કેવળ પ્રારંભની બાબતનો નિર્દેશ છે કે જેવું ગોસાલાએ કર્યું હતું, પરંતુ પછીથી તેણે તેના પિતાને ત્યજી દીધા અને મહાવીર સાથે જોડાયો હતો. તે છ વર્ષ સુધી મહાવીર સાથે રહ્યો. જોકે આ રહેવાના સ્થળ વિશે કલ્પસૂત્ર અને ભગવતી સૂત્રના અહેવાલો જુદા પડે છે. બંને તેમનાં સાથે રહેવાનાં વર્ષોની સંખ્યા બાબત સંમત છે. ત્યારબાદ ગોસાલો અલગ થયો અને તે પછી બે વર્ષે તેણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. છૂટા પડ્યા પછીનાં સોળ વર્ષ પછી તે ફરીથી મહાવીરને મળ્યો. તે અંતિમ મિલન હતું અને ગોસાલા માટે પ્રાણઘાતક પણ હતું, કે જેણે પોતાની જાતને બોધિ (જ્ઞાની) ધર્મોપદેશક તરીકે રજૂ કરવાનો ડોળ કર્યો હતો તેમજ (તેણે એવી રજૂઆત કરી હતી કે, તે એ જ ગોસાલો ન હતો કે જે વર્ષો પહેલાં તેમનો શિષ્ય હતો. મહાવીરે તેના મિથ્યાભિમાન અને ખાલી આડંબરને ઊતારી દીધાં અને તેથી ગોસાલો અત્યંત ગુસ્સે થઈ ગયો અને તેણે તેની જાદુઈ શક્તિને મહાવીર તેમ જ તેમના શિષ્યો પર છોડી, જે મહાવીરના શિષ્યો માટે પ્રાણઘાતક નીવડી, પરંતુ ગોસાલા માટે પણ તે પ્રાણઘાતક નીવડી. આ મુલાકાત પછી છ જ મહિનામાં ગોસાલો મૃત્યુ પામ્યો. જો કે મહાવીર પોતે પણ છ મહિના સુધી સ્વાથ્ય અંગે પીડાતા રહ્યા, પરંતુ ત્યાર બાદ તેઓ સોળ વર્ષ સુધી સંપૂર્ણ સ્વસ્થ, તંદુરસ્ત અને નીરોગી રહ્યા. ગોસાલાનું મોત અત્યંત દયાજનક હતું. તે શરમજનક પરિસ્થિતિમાં મૃત્યુ
-
૨
-