________________
શક્તિશાળી નિશાની પસંદ કરી હશે. દા.ત. અગાઉની નિશાની (હાથમાં દંડ રાખવાની) રીતની જગ્યાએ હાથમાં ચિત્રો રાખવાની પદ્ધતિએ સ્થાન લીધું હશે. તેમના (ડો. ગોપાણી) મત અનુસાર ગોસાલકાએ આજીવિક સંપ્રદાયની સાથે સંકળાયેલો હતો, જે પણ તેના નામના ઈતિહાસ સાથે સંકળાયેલ હોય તે તદન શક્ય છે કે જે પછીથી આજિવિકના નામે ઓળખાવા લાગ્યો હોય, કારણ કે તેમણે કોઈ ચોક્કસ વિશિષ્ટ સાધનો પસંદ કરીને તેઓ જેમ તેમ કરીને જીવન નિર્વાહ ચલાવતા હોય. ગોસાલકા એ આજીવિક સંપ્રદાયનો તીવ્ર ઝનુની પ્રસારક અને પ્રમુખ આગેવાન હતો. અને મહાવીર કે જેઓ તેમનો જ્ઞાતૃવંશથી જ નcપુત્ત તરીકે ઓળખાતા હતા તેજ રીતે ગોસાલા પણ મરનાપુત્ર તરીકે ઓળખાતો હતો. માનવિકા એ તો મસ્જરિના નું કેવળ બીજું નામ જ હતું. આ સમજૂતી દેખીતી રીતે જ સત્ય લાગે એવી છે કે જે જૈન તેમજ બૌદ્ધ એમ બંને પરંપરાઓ સાથે મેળ સાધે છે.
જે કોઈ વ્યક્તિ આ ત્રણે અર્થઘટનાથી માહિતગાર છે તે સહેલાઈથી જોઈ શકશે કે બુદ્ધઘોષાનું પ્રથમ અર્થઘટન રસપ્રદ અને શોધવૃત્તિ યુક્ત હોવા છતાં તે કેવળ દંતકથાઓમાં જોવા મળતું અને કાલ્પનિક લક્ષણ ઘરાવતું હોય એમ લાગે છે અને તે ખોટું છે એમ સાબિત કરવા માટે કોઈ દલીલની આવશ્યકતા નથી. જો દંતકથા તેની અંદર ઊંડે છુપાયેલી હોય તો પણ સત્યનો અંશ તેમાં એ છે કે અન્ય પાખંડીઓની માફક જ ગોસાલો પણ ગરીબ પરિવારમાં ગૌશાળામાં જન્મ્યો હતો.
એ અર્થઘટન કે જે મંવાની ને મwારિન તરીકે ઓળખાવે છે તે વ્યાકરણની રીતે વાદવિવાદથી પર છે અને સંશોધકવૃત્તિવાળું છે, પરંતુ કોઈ પણ કેવળ એમ નહિ વિચાર કે તે ગમે તેમ કરીને બેસાડેલું અસ્વાભાવિક અર્થઘટન છે અને તે જોકે અશક્ય નથી (આજીવિકા સંપ્રદાયના અનુયાયીઓ આવો કોઈ દંડ પોતાની પાસે રાખતા ન હતા) તેથી ઘણે ભાગે તે અસંવિત છે કે લોકોએ તેને મારિનના પુત્ર તરીકેનું નામ આપ્યું હોય. આ બાબત બેવડી ભૂમિકા ઉપર અસંભવિત છે. પ્રથમ તો આપણે કોઈ પણ સંદર્ભગ્રંથોમાંથી જાણી શકતા નથી કે તેના પિતાએ ક્યારેય મરી તરીકેની ભૂમિકા ભજવી હોય. જો આપણે આ પદનું
- ૨૦૫ -