________________
ડિન કે મારિન એવા એક વર્ગ તરીકે અર્થઘટન કરીએ કે જે આજીવિકા સાથે મળતું આવતું હોય તો પણ ગોસાલાએ પોતે ક્યારેય એકાદવાર પણ તેના જીવનમાં છેવટ સુધી જાહેર કર્યું ન હતું કે તે પોતે આવી જાતિની સાથે સંબંધ ધરાવતો હતો. વાસ્તવમાં તેને તેની પોતાની કોઈ જ્ઞાતિ-જાતિ જ ન હતી. ઓછામાં ઓછી કિંમતે વધુમાં વધુ મેળવવુંએ એક સિવાય તેને પોતાના કોઈ સિદ્ધાંતો ન હતા. તે એટલો બધો અજ્ઞાની અને દુન્યવી હતો કે તેને પોતાની કોઈ ફિલસૂફી કે સિદ્ધાંત આધારિત માન્યતાઓ ન હતી. શરૂઆતની વયમાં તે જે નામ - વિશેષણથી જાણીતો થયો હતો તેને તેણે અંતમાં જેવા હોવાનો દાવો કર્યો હતો તે રીતે વર્ણવી શકાય તેમ નથી.
સારું અને સાચું અર્થઘટન એ હોઈ શકે કે મંલ્લાનીપુત્ર એ શાવિયત્ત, સાપુત્ત, પાંડુપુત્ત જેવું જ તેનું પારિવારિક નામ હોઈ શકે અને કોઈ રીતે તે તેની ફિલસૂફી સાથે વાસ્તવમાં સંબંધ ધરાવતું નહીં જ હોય. તેના પિતા મહાત તરીકે જાણીતા હશે, અર્થાત્ એવી વ્યક્તિ કે જે ચિત્રો દર્શાવીને પોતાની આજીવિકા રળતી હોય. પુત્રએ પણ પિતાના જ પેંગડામાં પગ નાખ્યો હોય અને વાસ્તવમાં તેણે પણ પોતાની જાતને મંવાતીમાં પરિવર્તિત કરી હોય અને આ રીતે મંવાનીપુર એ બૌદ્ધો દ્વારા મંવાનીએ નામે જાણીતો થયો હોય.
બધાં જ અર્થઘટનોના પ્રકાશમાં અપરિવર્તનીય એવી દરખાસ્ત એ હોઈ શકે કે ગોસાલો એ ગરીબ માણસનો દીકરો હતો, જે ગોશાળામાં જન્મ્યો હતો જો કે થોડોક સમય દાસ તરીકે રહ્યો હોવા છતાં તે પોતાની જિંદગીના શરૂઆતના સમયમાં ચિત્રો દર્શાવીને પોતાની આજીવિકા રળતો હતો. તેની ગરીબાઈ, તેનું અજ્ઞાન, તેના સંસ્કોરે જે.વારસાગત રીતે તેને મળ્યાં હતાં તેને પરિણામે તેને સ્વવિકાસની દૃષ્ટિએ એક સ્વાર્થી, બેજવાબદાર, અહંકારી, ઉદ્ધત, અવિનયી, નિખાલસતાવિહીન, કૃતઘ્ની માણસ બનાવી દીધો હતો આવાં અનિષ્ટ વલણો પણ તેને તેના બુદ્ધિમંત, જિજ્ઞાસુ અને સખત પરિશ્રમી સ્વભાવમાંથી તેને અન્યત્ર દિશામાં વાળી શક્યાં ન હતાં અથવા તેના માઠા સમયમાં પણ તે મહાવીરને વળગી રહ્યો તેને આપણે કેવી રીતે મૂલવીશું!
- ૨૬