________________
એ હકીકતને કારણે હતી કે તે વર્ધમાન મહાવીરની બિનપ્રતિકારક અનાસ્થા વિકસાવી શક્યો નહિ. તે સ્વભાવે એટલો બધો જિજ્ઞાસુ હતો કે તે પોતાની જાતને કાબૂમાં રાખી શકતો ન હતો. તેની આસપાસની સર્વે બાબતો અંગે ક્યારે અને શા માટે (તે અંગેનું પૂર્ણ જ્ઞાન) તે અંગે જાણવા માટેની તેની આતુરતા તેમજ તેના આખાબોલાપણાએ તેના પર જેનો કદી અંત ન આવે તેવી યાતનાઓની શૃંખલાને આમંત્રી.
આપણે પરખવું જોઈએ કે તેણે જે કોઈ કાર્ય હાથમાં લેતો તેને અંગે તે એટલો બધો ગંભીર હતો કે તે તેને પૂર્ણ કર્યા વગર ક્યારેય છોડી દેતો નહિ. છ મહિનાની અંદર જ તે અન્યને તપાવવાની ચમત્કારિક શક્તિ પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બન્યો અને તે જ પ્રમાણે અત્યંત ટૂંકા ગાળામાં તેણે સંક્તોનું અર્થઘટન કરવાના જ્ઞાન ઉપર પણ પ્રભુત્વ મેળવી લીધું.
મહાવીરથી છૂટા પડ્યા પછી માત્ર બે જ વર્ષના ગાળામાં તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બન્યો. અત્યંત સત્ય હકીકત એ છે કે મહાવીર તેની બુદ્ધિમત્તા વિશે કહે છે, તેનાથી વિપરીત રીતે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બન્યો હતો.” (પુનર્જન્મના સિદ્ધાંતમાં તે માનતો ન હતો અને તેથી જ તેણે તરત જ ગૃહત્યાગ કર્યો હતો) ગોસાલા પછી બે વર્ષે મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
મહાવીરે જો કે ગોસાલાના પરિવર્તનને પડકાર્યું તે કોઈ અન્ય કારણે. તેમનો આ પડકાર તેના વ્યક્તિત્વ સાથે સંબંધિત હતો અને નહીં કે તેની સર્વજ્ઞતા બાબત. આથી ઊલટું ગોસાલાએ કહ્યું કે મહાવીર પોતાનો નિવાસ કોઈ ધર્મશાળા અથવા તો કોઈ જાહેર જગ્યાએ રાખવાથી ડરતા હતા કારણ કે તેમને ભય હતો કે (અતિ જગ્યાએ) તેમના વિરોધીઓ તરફથી કોઈ પડકાર આવી પડે.
મહાવીરને તેની રૂદ્ધિની શક્તિનો પૂરેપૂરો ખ્યાલ હતો.
તેની મરણોન્મુખ કબૂલાતનો આરોપ તેના પર લગાડવામાં આવે છે તે જો સત્ય હોય તો પણ તે આપણા માટે આદરને પાત્ર બને છે કારણ કે આવી નિર્ભય કબૂલાત તેના જીવનમાં ભલે મોડેથી કરવામાં આવી હોય તો પણ તેમાં ખૂબ જ હિંમતની અને હૃદયની નિર્મળતાની આવશ્યકતા રહે છે.
- ૨૮૧ -