________________
શક્તા નથી. કોઈ પણ વ્યક્તિ પોતાનાં કર્મોનાં પરિણામો માંથી તે વૃક્ષની બખોલમાં છુપાઈ જાય તો પણ છટકી શકતો નથી. જેમ એક રથનાં પૈડાં તેને જોડેલા અશ્વોના પગની ખરીઓને અનુસરે છે, તેજ રીતે નિઃશંકપણે કર્મોને તેમનાં પરિણામો અનુસરે છે. મનુષ્ય તેનાં પોતાનાં કર્મોની દયા ઉપર નિર્ભર છે જેમ એક પથ્થરને ઊંચે ફેંકવામાં આવે તો તે નિશ્ચિતપણે જમીન પર પાછો ફરે જ છે તેવું જ કોઈ પણ વ્યક્તિનાં પોતાનાં કર્મોનાં પરિણામો વિશે છે તેથી જ યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે કે આપણાં કર્મો દૂરથી પણ આપણી સાથે આવે છે.
પ્રત્યેક વસ્તુ કર્મ ઉપર આધારિત છે.
ઈશ્વરની સ્થિતિનો આ ફેરફાર તે સમયના બે અગત્યના સંપ્રદાયો કે જેમણે લોકો ઉપર સચોટ અસર કરી હતી તેમના આગેવાનો ગૌતમ અને વર્ધમાન લાવ્યા હતા અને તેમણે આ સંપ્રદાયોએ) તે સમયે ધાર્મિક ઇતિહાસને આકાર આપ્યો હતો અને ઘડ્યો હતો. તેમણે એવી અસર છોડી હતી કે જેને બ્રાહ્મણો માટે પણ ભૂંસી શકવી એ સહેલું ન હતું.
આપણે યોગ્ય જગ્યાએ આ તંત્રોનો વિગતે અભ્યાસ કરીશું. ધર્મના ઇતિહાસમાં તેણે ઘણો મોટો ફાળો આપ્યો હતો.
આ બાબત આપણને જે સમયમાં વર્ધમાન મહાવીર જીવન જીવ્યા હતા તેના પૃથક્કરણના અંત તરફ લઈ જાય છે.
આપણે રાજકીય પશ્ચાદભૂમિકા સામાજિકસ્થિતિ આર્થિક પરિસ્થિતિઓ અને લોકોની ધાર્મિક કલ્પનાઓ વિશેનો કંઈક ખ્યાલ (અત્યાર સુધીમાં) મેળવ્યો છે.
આટલી પૂર્વભૂમિકા સાથે વર્ધમાન મહાવીરના પ્રદાનને મૂલવવા માટે આપણી જાતને સક્ષમ બનાવવા સારું વર્ધમાનના સમયના કેટલાક ખ્યાતનામ ધર્મોપદેશકોનાં જીવન અને કવનનો અભ્યાસ કરવો એ આપણા માટે યોગ્ય ગણાશે.
છ પાખંડી ધર્મોપદેશકો ઈસવીસન પૂર્વેની છઠ્ઠી શતાબ્દીમાં બ્રાહ્મણધર્મે અત્યંત કપરો સમય જોયો. તેણે વિવિધ દિશાઓમાંથી નિર્ધારિત વિરોધનો સામનો કરવો પડ્યો. (જમના તરફથી આ સામનો કરવો પડ્યો તે પૈકીના) મુખ્ય સંપ્રદાયો જૈનધર્મ
- ૨૬૦ -