________________
અલગ મંડળ હતું. પરંતુ આ ધર્મોપદેશકો પૈકીના કેટલાક પોતે અજ્ઞાની હતા અને તેમની અત્યંત શેખીને જ લીધે અન્યને માર્ગદર્શન આપવા માટેની અત્યંત અલ્પ ક્ષમતા ધરાવતા હતા. પ્રસિદ્ધ જૈન ધર્મગ્રંથો આવા ધર્મોપદેશકો કે જેઓ પોતાનો મોહિની ધરાવનાર તેમજ વિદ્વાન હોવાનો ઢંઢેરો પીટે છે તેમને કેવળ મૂર્ખ તરીકે ગણાવે છે. તેમના સિદ્ધાંતો ગેરમાર્ગે દોરનારા છે અને જો તેઓ તેમના સિદ્ધાંતો મુજબ કાર્ય કરે તો તેમને ભારે વ્યથામાંથી કોઈ મુક્ત કરી શકે તેમ નથી અને આ રીતે વર્તવાથી તેઓ ઝડપી હરણને મળતા આવે છે કે જે રક્ષણવિહીન નિરાધાર હોય છે અને જ્યાં ભય ન હોય ત્યાં તેઓ ભયગ્રસ્ત હોય છે અને જ્યાં ભય હોય તેઓ ભયરહિત હોય છે. તેઓને સલામત સ્થળોએ અતિશય ભય લાગે છે પરંતુ જ્યાં તેમને પકડવા માટેનું છટકું ગોઠવ્યું હોય ત્યાં તેઓ ભય પામતા નથી. અજ્ઞાનને કારણે તેઓ ગભરાયેલા રહે છે, ભય પામે છે અને આમ અને તેમ ભટક્યા કરે છે.
આ ધર્મોપદેશકો અગાઉ દૂરંદેશી વ્યક્તિઓ દ્વારા જે સદુપદેશ આપવામાં આવેલો હોય તેનું તેઓ પોતે સમજવામાં નિષ્ફળ ગયા હોય તેથી કેવળ પુનરાવર્તન કરે છે. એક અનાર્યની જેમ તેઓ સમજ્યા વગર તેનું પુનરાવર્તન કરે છે. આ ધર્મોપદેશકો પોતે સત્યનો અર્થ ગ્રહણ કરી શકતા નથી, તેઓ અન્યને પણ તેનો અત્યંત અલ્પ પ્રમાણમાં ઉપદેશ આપી શકે છે. જેઓ આ ધર્મોપદેશકોને અનુસરે છે તેઓ કેવળ ભંગાર નાવડીઓમાં સફર કરીને સામે કિનારે પહોંચવાની આશા રાખે છે. આ બાબત એના જેવી છે કે કોઈ એક અરણ્યમાં કોઈ એક માણસ કે જે તે અરણ્ય વિશે અજ્ઞાન છે તે એવા ભોમિયાને અનુસરે છે કે તે ભોમિયો પણ તે અરણ્યથી અજાણ છે અને તેથી તેઓ બંને અજાણ હોવાને પરિણામે મહામુશ્કેલી અનુભવે છે. જેમ એક અંધ વ્યક્તિ કોઇ બીજાનો માર્ગદર્શક બને ત્યારે તે બીજી વ્યક્તિ લાંબો પંથ કાપે છે, તેનો સાચો માર્ગ ચૂકી જાય છે અને ખોટા માર્ગને અનુસરે છે.
આ પાખંડીઓ તેમની પોતાની લાલસાઓની પ્રશંસા કરે છે અને તેમના વિરોધીઓ ઉ૫૨ દોષારોપણ કરે છે, પરંતુ જેઓ આ રીતિથી કર્મ કરે છે તેઓ જન્મના વર્તુળમાં પુનર્જન્મો ધારણ કર્યા જ કરે છે.
M
૨૬૨ -