________________
અસર હતી. અને તેમણે કરેલી તપશ્ચર્યા પણ કે જેણે તેમને પુષ્કળ કીર્તિ અને નામના અપાવી હતી તે અંતિમ સ્રોત હતો, અંતિમ બચેલો વિકલ્પ હતો, પરાજિત જુગારીયાનો અંતિમ દાવ હતો કે જે તેની રમત અને તેની એકમાત્ર આશા હારી ગયો હતો.
જેવી રીતે “સાધુત્વ શુદ્ધ કરે છે એ તે સમયનું સુવાક્ય હતું તે જ રીતે “ઇન્દ્રિયદમન સિવાય મોક્ષ સંભવિત નથી' એ સૂત્ર પણ હતું. સમાજની આવી સ્થિતિમાં પરાજિત જુગારિયાનો છેલ્લો દાવ સફળ નીવડ્યો અને લોકો તેમની આસપાસ ટોળે મળવા લાગ્યા. કિન્તુ તેઓ તેમને મળેલા આ આદરનું નિયંત્રણ ન કરી શક્યા કે જે તેમના સાચા વારસો માટે નસીબવંતો હિસ્સો બનવાનું હતું. '
ધર્મોપદેશકો પોતે વ્યક્તિત્વના એ ગૌરવ અને શક્તિથી વંચિત રહી ગયા હતા કે જે એકમાત્ર ધ્યાનાકર્ષક લક્ષણ નહીં હોવા છતાં તેણે સિદ્ધાર્થ ગૌતમ અને વર્ધમાન મહાવીરને સફળતા અપાવી દીધી.
કિંતુ અગાઉની આ ફિલસૂફીઓ તેમાં રહેલી દેખીતી ખામીઓને કારણે ટકી શકી નહિ, કારણ કે આ (ખામીરૂપ) બીજ કે જે પછીથી પ્રસિદ્ધ ઉન્નત ધર્મોપદેશકોના હાથોમાં હરિયાળી વનરાજિમાં વિકાસ પામવાનું હતું.
આ બધા સંપ્રદાયોને મૂલવવાની આપણા માટે કોઈ જ જરૂરિયાત નથી અને બૌદ્ધ સાધુઓની જેમ જ તેમને આપણા મનમાંથી સહજ રીતે કાઢી નાખવાની જરૂર છે. કેટલાક કિસ્સાઓમાં આ પાખંડી ધર્મોપદેશકોએ એટલી મોટી અસર ઊભી કરી કે તેની સામે અત્યંત ગંભીરતાથી ટક્કર ઝીલવાની આવશ્યક્તા ઊભી થવાની હતી.
હવે આપણે આવા જ એક ધર્મોપદેશક તરફ જઇએ અને તેનું જીવન અને ફિલસૂફીનો વિગતે અભ્યાસ કરીએ. () મખ્ખલી ગોસાલા
જૈનો તેમજ બૌદ્ધોનો સૌથી મહત્ત્વનો હરીફ સર્વે દેવવાદીઓમાં સૌથી દુષ્ટ મખાલી ગોસાલા હતી કે જેને જેનો દ્વારા મખાલી પુત્ર ગોસાલા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. હરીફ સંપ્રદાયો દ્વારા વિવિધ રીતે તેના નામનું અર્થઘટન કરવામાં આવ્યું છે. આ બધાં અર્થઘટનો એકબીજાથી એટલાં બધાં જુદાં પડે છે કે તેમાં રહેલી શોધકતા ટકી શકતી નથી અને
- ૨૨ -