________________
1 Arthur Berridate Keith P.135 Buddhist philosophy 2 Bunyin-Navjio Appendix-wnd-Rockhill's life of Buddha. 3 Bstic Studies Law. B.C. Six heretical teachers.
તેનો સિદ્ધાંત વર્ધમાનના સ્યાદવાદને તદ્દન મળતો આવે છે એ બાબતની અત્રે નોંધ લેવી મહત્ત્વની છે અને એ તદ્દન શક્ય છે કે તેનો સિદ્ધાંત મહાવીર વર્ધમાને પછીથી સંપૂર્ણ કાળજીપૂર્વક અને વિગતવાર તૈયાર કરેલા સિદ્ધાંત માટે અત્યંત મહત્ત્વના આધારરૂપ બન્યો હોય.
તે એ મુદ્દા ઉપર પ્રકાશ ફેંકે છે કે સત્ય એ સાપેક્ષ છે અને પ્રત્યેક દરખાસ્ત કે કથન કેવળ કોઈ એક ખાસ પાસાને છતું કરે છે અને તે પોતાનામાં અન્ય સર્વ બાબતોને દાખલ થવા માટે પ્રતિબંધક નથી.
તેના સમકાલીનો દ્વારા તેને “વાંકાચૂકા સાપની જેમ વળીને ચાલનાર બામ માછલી' એવું નામ આપવામાં આવ્યું હતું.
આપણે અત્યંત જાણીતા અને શ્રેષ્ઠ દૈવવાદી એવા પાખંડી અને તેની ફિલસૂફીનો અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બધા જ કિસ્સાઓમાં મખ્ખલી ગોસાલાએ પરિસ્થિતિઓમાંથી પેદા થતી ફિલસૂફીનો સ્વીકાર કર્યો નહિ કેમ કે અન્ય પાખંડીઓની અત્યંત કંગાલ દશાએ મહદ્દઅંશે તેમના વિચારોની ગાડીનું ઘડતર કર્યું હતું.
તેમના (અન્ય પાખંડીઓના) ખ્યાલો જો કે સંપૂર્ણપણે તેમની કંગાલિયતને કારણે ન હતા. વળી તે ખ્યાલો તેમની પ્રતિકૂળ પરિસ્થિતિઓથી જરાયે ઓછા અસર પામ્યા ન હતા અને તેથી તેઓ આદર્શવાદ અને વિચાર, લાગણી વગેરેની ઉદાત્તતાની ચોખ્ખી અછત દર્શાવે છે કે જે તે પછીના જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો અંતર્ગત ભાગ બની જાય છે. જો તેઓ જ્ઞાતિપ્રથાને નહીં સ્વીકારતા હોવાને કારણે તેમના પૈકીના મોટા ભાગના બ્રાહ્મણ કે ક્ષત્રિય તરીકે જન્મ્યા હોવાને લીધે વિશેષાધિકાર વાળી જગ્યા મેળવવાથી વંચિત રહી ગયા હતા. જ્ઞાતિપ્રથા અંગેની તેમની આલોચના એક સમાન હોવા છતાં તેઓ કે જેઓ બસ ચૂકી ગયા હતા તેમનો જેઓ સુવિધા યુક્ત બેઠક મેળવી શક્યા હતા એવા ભાગ્યવાનો સામેનો લાગણીનો ઊભરો માત્ર હતો. તેમની ફિલસૂફીઓ એ લુષિત થયેલા આત્માની તીવ્ર લાગણીના કેવળ અભિવ્યક્તિ હતી અને તે લઘુતાગ્રંથિની ભાવનાની જરાક
- ૨૦૧ -