________________
તેમને નાબૂદ (ત્રિપુટીને) કરી શકાય છે એમ પણ તેમાં સ્વીકારી લેવામાં આવ્યુ છે.
ચીની રૂપાંતર તેના સિદ્ધાંતને આ રીતે રજૂ કરે છે, એવી કોઈ શક્તિ નથી, એવો કોઈ શક્તિશાળી મનુષ્ય નથી, એવું કોઈ સાધન નથી, એવું કોઈ કારણ નથી, એવો કોઈ ઉદ્દેશ્ય નથી કે જેનાથી સજીવો પરસ્પર જોડાયેલાં ૨હે સઘળાં સજીવ પ્રાણીઓમાં એવી કોઈ શક્તિ નથી કે જે મુક્તિ મેળવવા માટે અશક્તિમાન હોય.
‘‘સઘળું એક ચોક્કસ અંક દ્વારા નિશ્ચિત થયેલું છે, અને અસ્તિત્વની આ છ સ્થિતિઓમાં તેઓ દુ:ખ અથવા આનંદ અનુભવે છે. આ બહુવચનત્વવાદ છે કે જે એ સૂત્ર ઉપર આધારિત છે કે - કશુંક કશાયમાંથી નીપજતું નથી - (નો યા ઉપપ્ને....)
તેના સમકાલીનોના સિદ્ધાન્તોની સામે તેનો સિદ્ધાંત કોઈ ચોક્કસ પ્રગતિ સાધી શક્યો નહિ. તેના સિદ્ધાંતની વર્ધમાન મહાવીરના સિદ્ધાંત સાથેની મહત્ત્વની અને ધ્યાનાકર્ષક સમાનતા એ છે કે મહાવીરની માફક જ તે પણ માનતો હતો કે શીતળ જળ પણ આત્માથી ભરપૂર છે. અને આપણે એ નક્કી કરવું પડશે કે કોણ કોના ઋણી છે ? (4) સાનિયા
આપણી યાદીમાં હવે પછી બે લાઠીનો પુત્ર સાનિયા આવે છે. ચીની રૂપાંતર તેને વૈરાટ્ટીપુત્ર કહે છે. કદાચ તે કુળ કે ગોત્ર કે જેમાં તે જન્મ્યો હતો તેનું નામ હોઈ શકે અથવા કેવળ તેના પિતાનું કે તેના પરિવારનું નામ હોઈ શકે, કે જે ભાવિ સંશોધકો માટે શોધવાનું બાકી રહ્યુ હોય. હાલ એટલું જાણવું પર્યાપ્ત થઈ પડશે કે તે પણ જન્મથી ગુલામ હતો. તેને તેના માલિક તરફથી આઝાદી મળી. તેણે પોતે અભ્યાસ કર્યો. તે કેળવણીની જુદી જુદી શાખાઓમાં નિષ્ણાત બન્યો અને પોતાની જાતને દાંડી પીટીને બુદ્ધ તરીકે જાહેર કરી.
તેનો સિદ્ધાંત : તે આત્માના પરકાયા પ્રવેશમાં માનતો હતો. તેણે દાવો કર્યો કે મૃત્યુ પહેલાં જે દેહની અંદર તે (આત્મા) રહેતો હતો તેના જેવા જ અન્ય દેહમાં આત્મા પ્રવેશ કરે છે એમ પોતે માને છે. તેના મત મુજબ વર્તમાનમાં જેઓ જેવા હોય, મહાન કે હલકટ, માનવ કે દેવ, દ્વિપગાં
-
૨૬૯ ~