________________
ચાર તત્ત્વોનો બનેલો છે, જેઓ તેના મૃત્યુ સમયે અન્ય બહારનાં તત્ત્વો સાથે ભળી જાય છે. આ તત્ત્વો પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ છે. અને જ્યારે આ તત્ત્વો એકઠાં થાય ત્યારે તેમાંથી ચેતના-જીવન પેદા થાય છે કે જે આ તત્ત્વોનું વિસર્જન થતાં જ ચાલી જાય છે. બ૨માં (ભૂમિમાં) જ્યારે તેમનો સદંતર નાશ થાય છે ત્યારે પાછળ તેનો કોઈ જ અંશ રહેતો નથી કે જે સારાં કે નરસાં કર્મોનાં ફળ ચાખી શકે.
તેણે આત્માને સમજાવવા માટે પ્રકૃતિના ત્રણે સ્વરૂપોનો ઉપયોગ કર્યો. તેણે હ્યું કે મનુષ્ય અને પ્રાણી અને દરેક પેટે ઘસડાઈને ચલનારી વસ્તુ, હવાની દુર્ગંધ અને વધુમાં વૃક્ષો અને છોડવાઓમાં જીવ અર્થાત્ આત્મા હોય છે અને તેણે કહ્યું કે કોઈ વ્યક્તિ વૃક્ષ અથવા વેલીને કાપી નાખે છે તે જાણે કે તેણે કોઈની હત્યા કરી હોય એટલો દોષિત છે. અને કોઈએ એક ડાળી પણ ભાંગી હોય તેણે જાણે કે કોઈ અન્ય વ્યક્તિના કોઈ અંગનો નાશ કર્યો હોય એમ ગણી શકાય.
તેના અભિપ્રાય અનુસાર આ આત્મા એવા ભાગોનો બનેલો છે કે જેઓ (એ ભાગોના) મૂળ પદાર્થોમાં ભળી જાય છે.
(જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે અને તેનો દેહ પથારી ઉપર હોય છે ત્યારે તેનાં અસ્થિ કબૂતર જેવા રંગનાં બની જાય છે. જો દેહને અગ્નિદાહ આપવામાં આવે અને સઘળું ભસ્મ અથવા ભૂમિરૂપ બની જાય છે. જો કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી હોય કે મૂર્ખ, કિન્તુ જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે સમગ્રપણે નાશ પામે છે, કારણ કે સઘળું ખંડનના નિયમને આધિન હોય છે.)
ચાર્વાક પણ માનતો હતો કે આત્માએ કેવળ તત્ત્વોનું સંમિશ્રણ છે અને તેથી તેણે સૂત્રની હિમાયત કરી. ‘‘દેવું થાય તો તેની પરવા કર્યા વગર ઘી પીવું.” મૂળ હત્વા ધૃત વિવેત્॥
આ સિદ્ધાંત લોકોને એટલા માટે ગમવા લાગ્યો કે તેણે મોટા સમૂહોના બેજવાબદારીભર્યા વલણને પંપાળ્યું. તેણે મોટા સમૂહોમાં બેજવાબદારીયુક્ત દૃષ્ટિબિંદુના વિકાસને પ્રોત્સાહિત કર્યો કે જે (છેવટે) તેમની પાયમાલીમાં પરિણમ્યો.
આ સિદ્ધાંત સરળ હતો અને સહેજે જટિલતા ધરાવતો ન હતો. તે અત્યંત અનાત્મવાદી હતો અને તેથી ઉદાર, સંસ્કારી અને સુધરેલા
2
૨૬૦ ~