________________
પૂરણ કશ્યપની ફિલસૂફી
આ પાખંડીના મત અનુસાર અજ્ઞાની વ્યક્તિ સર્વોચ્ચ ઉપર વર્ચસ્વ ધરાવે છે :
તેણે અનુમાનોના ક્ષેત્રમાંથી આપણા નૈતિક જીવનમાં ઇચ્છાશક્તિની ભૂમિકાની રજૂઆત કરી. જેનોએ તેના સિદ્ધાંતને પાખંડી ઠરાવવા માટે બૌદ્ધો સાથે હાથ મિલાવ્યા. (કશ્યપના મત મુજબ) લક્ષ્યને સિદ્ધ કરવા માટે માનવ પ્રયત્ન અથવા ખૂબ જ મથામણ જેવું કશું જ હોતું નથી. ગમે તેમ પણ ગુણવત્તાયુક્ત કર્મ કે ગુનાઈત કર્મની કોઈ અસર, કોઈ બદલો કે (જીવનમાં તેનાથી) કંઈ ઉમેરણ થતું નથી. (ઉદાહરણ તરીકે) કોઈ રાજકમાર તેના પ્રદેશની ઉત્તરમાં લોકોને દાન આપે અને દિવોને) બલિ આપે તો પણ તેની તેની, આ ગુણવત્તાનો - પાત્રતાનો કોઈ જ બદલો મળતો નથી. અને જ્યારે તે તેના પ્રદેશની દક્ષિણ દિશામાં તેના દુશ્મનોનો વિરોધ કરે, તેમની કલેઆમ ચલાવે ત્યારે તેને તેનો કોઈ જ દોષ લાગતા નથી. ઉદારતાના, ઈન્દ્રિયોનો નિગ્રહ કરવામાં સ્વપ્રભુત્વના સત્ય બોલવાના અથવા સર્વે ગુણો પૈકી કોઈ એક ગુણ વિકસાવવાના વ્યવહારોથી વ્યક્તિની પાત્રતા સ્થાપિત થતી નથી કે પાત્રતામાં કોઈ જ વધારો થતો નથી. તે જ રીતે કોઈ વ્યક્તિ સઘળાં પ્રાણીઓને મનુષ્ય સહિત) ટુકડામાં કાપી નાખે અને ઢગલો બનાવે જેનાથી સમગ્ર સૃષ્ટિ ભરાઈ જાય તો પણ (તે વ્યક્તિ માટે આ કર્મ) કોઈ ગુનો બનતો નથી. સૃષ્ટિનાં બધાં સજીવોને માંસના એક જથ્થામાં પરિવર્તિત કરવાની ક્રિયા તેમજ સમાન રીતે દાન આપવાની ક્રિયાથી કોઈ રીતે તેના પરિણામની દષ્ટિએ અલગ નથી. આ ગેરવાજબી સિદ્ધાંતે મનુષ્યોને તેમના પોતાના કર્મથી વંચિત રાખ્યા અને તેમને કેવળ નિષ્ક્રિય પ્રેક્ષકો બનાવી દીધા. પ્રસ્થાપિત સિદ્ધાંતથી ભિન્ન એવા આ ઊલટા સિદ્ધાંતે મનુષ્યને સર્વે સ્થાપિત નિયમોનો અસ્વીકાર કરતો કરી દીધો. આ ધર્મોપદેશકનો સિદ્ધાંત કેવળ લાક્ષણિક રીતે નિયતિવાદી જાતિઓનું પ્રતિનિધિત્વ કરતો હતો કે જેની લોકો પર અત્યંત ગાઢ પકડ હતી. આ વ્યવસ્થાતંત્રે અસ્વસ્થ તેમજ દુઃખી લોકોને કે જેઓ પોતાની આવી સ્થિતિ માટે વાસ્તવિકતાની દુષ્ટ દુરાચારી રમતને દોષ દેતા હતા તેમને દિલસોજી પાઠવી અને તદુપરાંત તેણે દુષ્ટ લોકોને છટકબારી પૂરી પાડી કે જેઓ
- ૨૬૫ -