________________
વાર્તા આગળ વધે છે તે મુજબ તેના માલિક દ્વારા તેની તરફ તરફેણ યુક્ત વર્તાવ કરવામાં આવતો હતો. પરંતુ આ બાબતે તેને સુસ્ત અને પ્રમાદી બનાવી દીધો અને તેથી તેના માલિકે તેની સાથે કડક વર્તન દાખવવા માંડ્યું અને તેને મજૂર તરીકેનું કામ કરવા ફરજ પાડી. તે (તેના માલિકના) ઘરમાંથી ભાગી ગયો અને કોઈક રીતે જેમ તેમ કરીને ગુજરાન ચલાવવા માંડ્યું. એકવાર જ્યારે તે રખડતો હતો ત્યારે ચોરોએ તેને લૂંટી લીધો અને તેમણે તેનાં કપડાં ઉતારીને લૂંટી લેવામાં પણ કોઈ આનાકાની કરી નહિ. આ નિઃસહાય સ્થિતિમાં લોકોને તેની દયા આવી અને તેને તેમણે આદર આપ્યો. પછીથી તેણે વસ્ત્રો સ્વીકારવાની પણ ના પાડી અને એમ વિચાર્યું કે લોકો તેને (નિર્વસ્ત્ર સ્થિતિમાં) દિગંબર તરીકે વધારે આદર આપશે અને તેણે વસ્ત્રો આપવાના લોકોના પ્રસ્તાવને એમ કહીને નકાર્યો કે વસ્ત્રો શરમ ઢાંકવા માટે હોય છે અને શરમ એ પાપનું પરિણામ છે અને મેં પાપ તો કર્યું જ નથી, કારણે કે હું તો સાધુચરિત વ્યક્તિ છું કે જે અનિષ્ટ ઇચ્છાઓથી મુક્ત છે. આ ધાર્મિક માન્યતા અંગેના તફાવતોથી વ્યગ્ર એવા સમાજની સ્થિતિમાં તેને અનુયાયીઓ મળ્યા જેમની સંખ્યા 80,000 થી પણ વધારે હતી. (સંદર્ભ: J.R.A.S. Vol.VI P.266) ' Rick hill's life of Budhha, 'Appndix 2nd' Baunyio Nanilo
ચીની રૂપાંતર તેને ફુરાન-કાશિઓ તરીકે ઓળખે છે.
આ બંને પરસ્પરથી સ્પષ્ટ રીતે અલગ એવા બે વિચારો કે જે બંને પૂર્વગ્રહયુક્ત છે તેમના વિશે કોઈ ચોક્કસ અભિપ્રાય જાહેર કરવો એ સંપૂર્ણ અશક્ય છે કે જ્યારે તેમાંનો એક ઊંચા અભિપ્રાયથી પીડિત છે જ્યારે બીજો અતિશયોક્તિયુક્ત જૂઠાણાંથી. પીડિત છે)
હું માની શકતો નથી કે તેણે પોતાનું નામ અને સાથે સાથે વિશેષણ ખોટી રીતે ધારણ કર્યું છે. એ શક્ય છે કે તે પોતે કશ્યપ નામનો એક ગરીબ બ્રાહ્મણ હોવો જોઈએ અને તેણે શેખી મારવા માટે જ પોતાને પૂર્ણ તરીકે ઓળખાવ્યો હોવો જોઈએ. તેના દ્વારા દર્શાવવામાં આવેલી ફિલસૂફી અમુક હદથી ઉપર હોઈને ચોક્કસપણે એક ગુલામ છોકરા કરતાં તેના ઊંચા ચારિત્ર્યબળને અપનાવે છે.