________________
કે ચોપગાં કે બહુપદી પ્રાણીઓ, હાથ વગરનાં કે પગ વગરનાં કે દેહના અંગોની ઊણપવાળાં હોય તેઓ નિશ્ચિતપણે પછીના જન્મમાં એવાં જ બનશે. તેણે આગળ વિચાર્યું કે બોધિ અર્થાત્ સર્વજ્ઞને શોધવું એ જરૂરી નથી, કારણ કે જન્મ અને મરણના અસંખ્ય કલ્પો પૂર્ણ થયા પછી તે તો (બોધિ) આપમેળે જ મળી આવશે. તેણે વિચાર્યું કે આઠ હજાર કલ્પો પછી આ સિદ્ધાંત કુદરતી રીતે જ સિદ્ધ થશે.
તેનો સિદ્ધાંત તેના સમકાલીન કરતાં એ મહત્ત્વની બાબતમાં અલગ પડે છે કે તે તેની પોતાની કોઈ પણ માન્યતામાં નિર્ણિત કે ચોક્સાઈ ભર્યો ન હતો. તેણે બધી જ શક્યતાઓને માન્ય કરી અને રજૂ કરેલી યોજનાના માળખાનાં ચારે સ્વરૂપો પૈકી કોઈ એકને સ્વીકારવાની કે નકારવાની ના પાડી. જેમ કે A એ B છે, A એ B નથી, A એ B છે અને B નથી A એ B નથી કે B નથી (અર્થાત્ A એ B નથી જ નથી.)
ચીની રૂપાંતર તેની માન્યતાને નીચેના શબ્દોમાં રજૂ કરે છે. ચીની રૂપાંતર (1) તેને સાન-નયા બિ-રારીનો પુત્ર એમ કહે છે. જ્યારે રાજાએ તેને
પૂછ્યું કે Cramana કર્મણ્યનો કોઈ દેખીતો બદલો હતો અથવા એ પ્રમાણે હતું. તેણે ઉત્તર વાળ્યો કે એ પ્રમાણે હતું, તેને આગળ પૂછવામાં આવ્યું કે તે એ પ્રમાણે હતું અથવા તે તેનાથી અલગ
હતું, તેનાથી (2) અલગ ન હતું અથવા તે તેનાથી અલગ ન હતું, ન હતું અને એજ
રીતે આગળ વધારી શકાય. તેણે ઉત્તર વાળ્યો કે શ્રમણનો કોઈ ચોક્કસ બદલો કે પરિણામ હતું અને તે તેનાથી અલગ હતું, અલગ ન હતું અને અલગ ન હતું, ન હતું.
તે પોતે અજ્ઞેયવાદી હતો કે જેણે હકારાત્મક પદોમાં કોઈ પણ શક્યતાનો સ્વીકાર કરવાની કે સ્વીકાર નહીં કરવાની ના પાડી. તેણે રજૂ કર્યું કે જીવનની અને ચીજવસ્તુઓની વાસ્તવિકતાને સંબંધ છે ત્યાં સુધી મનુષ્યના જ્ઞાન માટે ખાતરીપૂર્વક કશું કહેવું એ શક્ય નથી. તેણે લોકોને મનની શાંતિ જાળવી રાખવાનો બોધ આપ્યો અને તેમનાં મનને વૃથા અટકળોથી અન્યત્ર વાળી લેવા માટે કહ્યું.
- ૨૦ -