________________
અને બૌદ્ધધર્મ હતા. કિંતુ જ્યારે જૂના વૈચારિક વિશ્વ ઉપર નવી તર્કસંગત વ્યવસ્થાઓએ પ્રકાશ પાડવા માંડ્યો ત્યારે બે (ઉપરોક્ત) મુખ્ય વ્યવસ્થાઓ (જૈન અને બૌદ્ધ) ઉપરાંત અન્ય ઘણી વ્યવસ્થાઓએ ધાર્મિક બાબતો ઉપર ઝાંખી છતાં તદ્દન અલગ એવી અસરો ફેલાવી. આ વ્યવસ્થાઓ અથવા તેમના ધર્મોપદેશકો વિશે આપણી પાસે ઘણીજ અલ્પ માહિતી છે. પરંતુ આ અલ્પ માહિતી પણ આપણા ઉદ્દેશ માટે મહત્ત્વની છે, કારણ કે તે વર્ધમાન મહાવીર તેમના છ સમકાલીનનોના ઋણી છે તે દર્શાવે છે. આ એ સમય હતો કે જ્યારે હરીફ ધર્મોપદેશકો સાથે સાથે જ અસ્તિત્ત્વ ધરાવતા હતા. તેમના માંના દરેક પોતે સત્ય, પૂર્ણ સત્ય અને સત્ય સિવાય અન્ય કશું નહિ એ બધું જાણતા હોવાનો તેમજ તેની જ જાહેરાત કરતા હોવાનો દાવો કરતા હતા. આ બધા જ હરીફ સંપ્રદાયો એક બાબતમાં સંમત હતા કે તેઓ બ્રાહ્મણધર્મથી અલગ પડતા હતા. જોકે તેઓ પરસ્પર પણ એકબીજાથી ખૂબજ અલગ પડતા હતા.
આ હરીફ ધર્મોપદેશકો પૈકીના દરેક મોટી સંખ્યામાં અનુયાયીઓ મેળવવા માટે પ્રયત્ન કરતા હતા. (એવું મહાવીરે પોતે કહ્યું છે.) જેમ શિકારી પક્ષીઓ નાનાં ઊડી ન શકે એવાં પક્ષીઓ ઉપર તરાપ મારે છે અને તેમને ઊપાડી ને લઈ જાય છે તેવી જ રીતે આવા સંશયી લોકો જુવાન સાધુઓને ફોસલાવીને લલચાવીને (અનુયાયીઓ તરીકે) મેળવવાનો પ્રયત્ન કરે છે. આ બધા જ ધર્મોપદેશકો દલીલો અને ચર્ચાઓ કરવામાં અત્યંત નિષ્ણાત હતા અને તેમને જે જોઈતું હોય તે અલૌક્કિ શક્તિઓ જેવી કે હવામાં ઊડવું વગેરે દ્વારા મેળવી લેતા. આ ધર્મોપદેશકો આવા ભ્રમિત લોકોને આવી યુક્તિઓ વડે છેતરીને પોતાના શિષ્ય તરીકે લઇ લેતા અને ત્યાર પછી તેઓ પોતે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે એવો દાવો કરતા અને એક વાર જેઓ સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે એમ સ્વીકૃત થઈ જાય પછી તેઓ ન સમજાય તેવો ઉપદેશ આપવાનું શરૂ કરતા.
આવા ધર્મોપદેશકો માટે હરીફ સંપ્રદાયોના અભિપ્રાયોની વિરુદ્ધ પ્રતિક્રિયા આપવી એ અનિવાર્ય બનતું. આમ બુદ્ધને તેમના એવા હરીફ ધર્મોપદેશકોનો સામનો કરવો પડ્યો હતો કે જેઓ રખડતાં ઘેટાંઓને (ભ્રમિત લોકોને) તેમના વિરોધી સંપ્રદાયોમાંથી ઊંધે માર્ગે દોરતા. આ ધર્મોપદેશકોનું
-
૨૬૧ -